વિવિધ વિભાગ
News of Monday, 13th August 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ સત્ય-TRUTH

સત્ય કોઇ પદાર્થ નથી

એ તો લોકો એવું ઇચ્છતા હોય છે, લોકોની એવી માંગ હોય છે.

લોકો તો એવું માનતા હોય છે કે,

સત્ય વિષે તેઓ બધુ જાણે છે.

તેમના મનમાં કદાચ એવું હોય કે,

સત્ય વિષે તેઓ જાણતા નથી,

તો પણ તેઓનું માનવું હોય છ કે,

તો

'સત્યની કોને જરૂર છે ?'

જે ક્ષણે કોઇને સત્યની પહેચાન થઇ જાય,

તે જ ક્ષણે તે વ્યકિત એક ટોળાનો ભાગ મટી જાય છે,

ત્યારે જ તે એકલવીર-અલગ બની જાય છે.

સત્ય માટે જાગેલા આ રસમાંથી જ વૈયકિતકતાનો જન્મ થાય છે.

સત્યની ખોજમાં કોઇ નીકળે તો તેનો અર્થ જ એ કે, હવે તે જાવવા માંડયો છે,

સત્યની ખોજ ઘણી દુષ્કર છે,

હિંમત ખોજ ઘણી દુષ્કર છે,

હિંમત, બુધ્ધિ-ચાતુરી અને સંભાનતા હોય,

તો જ સત્યની શોધમાં નીકળી શકાય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:18 am IST)