વિવિધ વિભાગ
News of Thursday, 13th June 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

લેબલ

''ખુશી અને દુખ, આ શબ્દોનો ઉપયોગ ના કરો કારણ કે આ શબ્દો ચુકાદાને વહન કરે છે. નિર્ણય લીધા વગર ફકત જુઓ-ફકત કહો, આ મનોભાવ "A" છે અને આ મનોભાવ "B" છે 

"A" મનોભાવ જતો રહ્યો છે, હવે B મનોભાવ સહી છે અને તમે ફકત એક પ્રેક્ષક છો. અચાનક તમને એવો ખ્યાલ આવશે કે જ્યારે તમે ખુશીને "A" કહો છો, તેનાથી વધારે ખુશી થતી નથી અને જ્યારે તમે દુખને "B" કહો છો તેનાથી વધારે દુખ થતુ નથી. ફકત મનોભાવને A અને "B"  કહેવાથી એક અંતર ઉત્પન્ન થઇ જશે.

જયારે તમે ખુશી કહો છો તે શબ્દમાં ઘણુબધુ સુચિત થાય છે તમે કહો છો કે તમે તેને વળગી રહેવા માગો છો તેનાથી દુર જવા નથી માગતા જયારે તમે દુખ કહો છો, તમે ફકત શબ્દનો જ ઉપયોગ નથી કરતા પરંતુ તેમા ઘણુબધુ સુચીત થાય છે તમે કહો છો કે તમારે તેની જરૂર નથી. આ બધી જ વસ્તુઓ અચેતન રીતે કહેવાય છે.

તેથી હવે સાત દિવસ માટે તમારા મનોભાવ માટે આ  નવી સંજ્ઞાઓનો ઉપયોગ કરો. ફકત એક પ્રેક્ષક બની રહો -જેમ કે તમે કોઇ પહાડની ટોચ ઉપર બેઠા છો અને ખીણમાં વાદળો અને સુર્યોદય અને સુર્યાસ્ત થાય છે અને કયારેક દિવસ હોય છે તો કયારેક રાત હોય છે દુર પહાડની ટોચે ફકત પ્રેક્ષક બની રહો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:25 am IST)