વિવિધ વિભાગ
News of Monday, 6th May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

વિભાજિત શરીર

આદિમ સમાજે સંપૂર્ણ શરીરને સ્વીકાર્યું છે. ત્યા નિંદા નથી કઇ ઉચ્ચ-નીચ્ચ નથી બધુજ સરળ છે.

શરીરને સ્વીકારવામાં યોગા વધારે કામ નથી કરી સકયુ તે તેમને ખૂબ જ નિયંત્રીત બનાવે છે. અને દરેક પ્રકારનું નિયંત્રણ એક પ્રકારનું દમન છે તેથી તમે. દમન કરો છો અને પછી તમે દમનને બીલકુલ ભૂલી જાવ છો તે તમારા પેટમા જતુ રહે છે. અને ઉદરપટલ પાસે દરેક દમન કરાયેલી વસ્તુઓ ભેગી થાય છે.

પેટ એક જ એવી જગ્યા છે જયા તમે જઇને વસ્તુઓ નાંખી શકો બીજી કોઇ જગ્યાએ એટલો અવકાશ નથી.

જે દિવસે તમારૃં નિયંત્રણ તુટે છે તમે ખૂબ જ મુકત અને જીવંત અનુભવો છો તમને નવા જન્મ જેવો અનુભવ થાય છે. કારણ કે તે તમારા વિભાજીત શરીરને જોડી દે છે. ઉદરપટલ એવી જગ્યા છે જયા શરીર ઉપર અને નીચેના ભાગમા વિભાજીત થાય છે. બધા જ જુના ધાર્મિક શિક્ષણમા નીચેના ભાગની નીંદા કરવામાં આવી છે અને ઉપરના ભાગને વધારે ચડીયાતો અને પવિત્ર બતાવવામાં આવ્યો છે. એવુ નથી શરીર એક છે અને આ વિભાજન ખતરનાક છે તે તમને વિભાજીત કરે છે ધીમે-ધીમે તમે જીવનમાં ઘણી બધી વસ્તુઓનો અસ્વીકાર કરવા લાગો છો જે પણ તમે જીવનમાંથી બાકાત કરોછો તે એક દિવસ બદલો લે છે તે રોગના સ્વરૂપમા આવે છે.

હવે તબીબી સંશોધનો પણ એવુ કહે છે કે કેન્સર કઇ નથી પરંતુ વધારે પડતો આંતરીક તનાવ છે કેન્સર ખૂબજ દમનકારી સમાજમાં જ રહી શકે  જેટલો વધારે સુશિક્ષિત અને સંસ્કારી સમાજ તેટલી જ વધારે કેન્સર થવાની શકયતાઓ તે આદિમ સમાજમા રહી જ ના શકે કારણ કે આદિમ સમાજમા સંપૂર્ણ શરીરને સ્વીકારવામાં આવ્યું છે ત્યા કોઇ નીંદા નથી થઇ ઉચ્ચ-નીચ નથી બધુ જ સરળ છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:49 am IST)