વિવિધ વિભાગ
News of Monday, 22nd April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોેડીટેશન

ક્રિયા શૃંખલા

''બધીજ વસ્તુઓ એક સાથે થાય છે''

જયારે તમે ઓછો અવરોધભાવ અનુભવો છો, તરત જ તમે ખૂશ અનુભવવાની શરૂઆત કરો છો જયારે તમે વધારે ખૂશ અનુભવો છો, તમે ઓછો સંઘર્ષ અનૂભવો છો, વધારે સૂમેળ અનુભવો છો. જયારે તમે વધારે સુમેળ અનુભવો છો, અચાનક તમે તમારી આસપાસ કૃપાનો અનુભવ કરો છો આ બધી વસ્તુઓ એક ક્રિયા શૃંખલાની જેમ કામ કરે છે. એક બીજાની શરૂઆત કરે છ.ેબીજુ ત્રીજાની શરૂઆત કરે છેઅને તેઓ વીરતરતા જાય છ.ે

ઓછો અપરાધભાવ અનુભવો ખૂબજ મહત્વનું છે.ે આખી માનવજાત અપરાધભાવ અનૂભવે તે રીતે બનાવવામાં આવી છે હજારો વર્ષોથી કહેવામાં આવ્યું છે કે આ કરો અને આ ના કરો ફકત આ જ નહી પરંતુ લોકોને એવુ કહીને જબરદસ્ત કરવામાં આવી છે કે જો તેઓ એવુ કાઇક કરશે જે સમાજ અને ચર્ચને માન્ય નથી તો તેઓ પાપી ગણાશે જો તેઓ એવુ કઇક કરશે જેની સમાજ અને ચર્ચ દ્વારા સરાહના કરવામાં આવે તો તેઓ સંત ગણાશે તેથી દરેક વ્યકિતને મુરખ બનાવીને એમ કામ કરાવવામાં આવ્યા જે સમાજ તેઓ પાસે કરાવવા ઇચ્છે અને એવુકામ ના કરે જે સમાજનાઇચ્છતો હોય કોઇને તેની પરવા નથી કે એ તમારૂ કામ છે કે નહી. કોઇને વ્યકિતની પરવા નથી.

નવા પ્રકાશમાં પ્રવેશ કરો નવી ચેતનામાં પ્રવેશ કરો જયા તમે તમારી જાતને અપરાધ ભાવથી મુકત કરો અને પછી ઘણી બધી વસ્તુઓ આપોઆપ બનશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:11 am IST)