વિવિધ વિભાગ
News of Thursday, 7th June 2018

પુરૂષોતમ -સ્તવન

માનવીને પોતાનો દોષ દેખાતો નથી...

સંતની જેમ પ્રકાશી ઉઠો...!

પરમ કૃપાળુ પરમાત્માની માયા અપરંપાર છે. જે મનમાં સમજે છે કે હું નથી જાણતો. પણ કહે છે કે હું જાણું છું. તે જુઠો છે.

 

જેને ખબર છે કે છું થોડું ક જાણું છું. પણ છતાં કહે છે કે, હું જાણુ છુ. પણ તે ખરેખર જાણતો નથી. કારણ કે ઇશ્વરને પુર્ણ રૂપે જાણવા તે ખરેખર અશકય છે.

જેને ખબર છે કે, એને કહે પણ છે કે, હું જાણતો નથી. તે સાચુ બોલે છે. જે સમજે છે કે હું અંશરૂપમાં જાણુ છું અને કહે છે કે હું જાણતો નથી. તે પણ અધુરો છે.

આ પણ પ્રભુની માયા છે. જે પ્રભુના પ્રેમમાં બધું જ ભુલી જાય છે, તે પ્રભુમાં વિલીન થઇ જાય છે. તે ધન્ય છે.

જે જાણીને ભુલે છે તે ભકત છે. પ્રભુ પ્રેમી છે. તે જ પ્રભુને પુર્ણ રીતે જાણે છે. આજ પ્રભુની માયા છે.

માટે સરળ બનો, નમ્ર બનો, વિવેકી બનો, પ્રમાણીક બનો. નિષ્ઠાવાન બનો. બહાદુર બનો આનંદી રહો. કોઇપણ કામમાં વિધેયાત્મક વલણ સફળતા અપાવે છે. નિષેધ્ધાત્મક અભિગમ નિષ્ફળતા આપે છે. માટે સંતની જેમ પ્રકાશી ઉઠો...!

માણસને પોતાની મોટી ભૂલ દેખાતી નથી. પણ બીજાની નાની પણ ભુલ તરત જ દેખાય છે.

જે પ્રભુના ભકતને સત અસતનો વિવેક હોય તે તો જે જે અવગુણો પોતાનામાં હોય તેને જાણે, અને વિચારીને તેનો ત્યાગ પણ કરી નાખે છે.

આપણાં સ્વભાવમાં મોટું આશ્ચર્ય છે. મોટા ભાગના માણસનો સ્વભાવ એવો હોય કે, તેને બીજાનું તરત દેખાય છે, પણ પોતાનું દેખાતું નથી.

કોઇએ નાની રાઇના દાણા જેટલી ભૂલ કહી હોય. તો તેને ખબર પડી જાય. પરંતુ તેની પોતાની પર્વત જેવી મોટી ભૂલ કરી હોય તો પણ દેખાય નહીંં.

આખી દુનિયા દેખાય અને આપણું ન દેખાય એનો અર્થ શું....?

એક દિવસ એક પ્રાર્થના ચાલતી હતી. તેમાં એક શ્રોતાનો પુત્ર બોલવા લાગ્યો. આથી તુરંત તેણે પોતાના પુત્ર સામે જોયું. છતાં માન્યો નહી તો તેણે એક તમાચો મારી દીધો. બાળક રડવા લાગ્યું. થોડીવારમાં ૮૦ વર્ષના માજી એ શ્રોતા પાસે ગયા અને તેને જોરથી તમાચો મારી દીધો. તેઓ બોલ્યા તે દીકરા છોકરાને તમાચો માર્યો એથી હું મારા છોકરાને મારૂ છું. આમ કહીને ફરી સભામાં આવી બેસી ગયા આખી પ્રાર્થના સભા સ્તબ્ધ થઇ ગઇ.  માજીએ કહ્યું તારો પુત્ર તો ત્રણ વર્ષનો છે. અને તું કેટલાં વર્ષનો છે. ? તને કોણ કશું ? મારે જ મારા પુત્રને ભૂલ કરતો અટકાવવો જોઇએ.

આપણને બીજાના દોષ દેખાય, પોતાનો દોષ દેખાતા નથી.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:11 am IST)