વિવિધ વિભાગ
News of Thursday, 26th April 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સાધક મૂળભૂત રીતે ભ્રાંત છે. તેણે પહેલેથી જ એક વાત માની લીધી છે કે તેણે પરમાત્માને ખોયો છે. અથવા તો હજુ તેને પ્રાપ્ત થયો નથી. પરમાત્મા કયાંક દૂર છે. તેને શોધવો રહ્યો.

પરમાત્માને શોંધવાથી તે કયારેય પ્રાપ્ત થતો નથી. બસ, શોધ કરવાથી એટલું જ સમજાય છે-શોધ કરવાથી કંઇ જ વળતું નથી. અને એક દિવસ પછી શોધતા શોધતા, શોધ જ વ્યર્થ પૂરવાર થાય છે અને તે વાત સમજતાં જ પરમાત્મા પ્રાપ્ત થાય છે.

સત્ય દોડવાથી પ્રાપ્ત નથી થતું. અટકવાથી પ્રાપ્ત થાય છ.ે ખૂબ શોધ કરી. હવે શોધ છોડો. શોધ કરવાથી સત્ય નથી મળતું કારણ કે સત્ય શોધનારમાં જ છુપાયેલું છે. તમે કયાં ભાગતા ફરો છો ? 'કસ્તૂરી કુંડલ બસે!'

પરમાત્મા તમારા અંતરમાં વિરાજે છે. તમે જયાં સુધી બહાર શોધશો-યોગ દ્વારા, ભોગ દ્વારા...બધું વ્યર્થ પુરવાર થશે.

યોગ જયાં સુધી યોગાતીત ન થાય. યોગની પાર ન જાય, જયાં સુધી વ્યકિત 'હું કર્તા છું' તે ભાવથી સમગ્રપણે મુકત ન થઇ જાય. ત્યાં સુધી કંઇ જ સંભવતું નથી. ત્યાં સુધી તો તમે માત્ર રંગ બદલતા રહો છો-કાંચિંડાની જેમ. વાસ્તવમાં તમે રૂપાંતરિત નથી થતા, માત્ર બાહ્મ રંગ બદલતા રહો છે.

આત્મવિજય સંઘર્ષનું પરિણામ નથી, તે જ્ઞાનનું પરિણામ છે.

આપણે બીજાની નજરે જ પોતાને જોવા ટેવાયેલા હોવાથી પોતાને ભૂલી જઇએ છીએ.

અંધારાથી ડરનારને પ્રકાશ કદી નહિ મળે. અંધારામાં પ્રવેશ કરવાનું સાહસ કરનાર અંધારા ફાડીને પ્રકાશ મેળવે છે.

જડતા મૃત્યુનું બીજ છે, ચૈતન્ય જીવનનું. મનુષ્ય આ બેનું દ્વૈત છે. પોતાના વિષે ખોટી ધારણા, પોતાના નાટયાત્મિક વ્યકિતત્વને સાચું સમજવાનો ભ્રમ હોય તો, માણસ સત્ય જગતમાં પ્રવેશ ન કરી શકે.

ધાર્મિક થવું એ સાધના છે., ધાર્મિક દેખાવું એ પોતાને શણગારવા જેવું છેે.

આપણે એવા માછીમાર છીએ કે જાળને જ પકડી રાખીને માછલીને વીસરી જઇએ છીએ. આપણા માથા પર જહાજને મૂકીને આપણે જાત્રા કરીએ છીએ.

સત્યની સમજુતી આપતો શબ્દસંગ્રહ જેમણે પકડી લીધો છે, તેમના હાથે જ ધર્મના અનેક સંપ્રદાયોનો જન્મ થયો છે. તમે જે જાણો છો તે ભૂલી શકો તો નિર્દોષતા અને સરળતાનો જન્મ થશે.

વેચનારા તો માત્ર ખરીદનારાઓની માગણીને સંતોષે છે. જયાં સંસારનો અંત હોય છે. ત્યાથી જ પ્રભુનો પ્રારંભ હોય છે. વિચાર જયાં સમાપ્ત થાય છે., ત્યાંજ સત્યનો સાક્ષાત્કાર છે.

આકાશ સાથે આકશ થાવ, અંધકાર સાથે અંધકાર બનો. પ્રકાશ સાથે પ્રકાશ બનો. પોતાને અલગ ન રાખો. પોતાનાં ટીપાને સાગરમાં પડવા દો.ત્યારે જ સંગીત સમજાય છે, સત્ય જણાય છે, સૌંદર્ય અનુભવી શકાય છે.

સત્યને ખરીદી ન શકાય, ન તો તે દાનમાં મેળવી શકાય. તેના પર ચડાઇ કરીને તે જીતી પણ ન શકાય.

સત્યના સાધક માટે અજ્ઞાનથી વધુ બાધક મિથ્યા જ્ઞાન છે. વિચારની પાર જઇને જાણવું એ ધાર્મિક બનવાની શરૂઆત છે. વાદળ જયારે ન હોય ત્યારે નીલ આકાશ પ્રકટે છે.અંધારૂ જેટલું ઘેરૃં હોય છે; એટલું જ પ્રભાત નજીક હોય છ.ે

આપણે ભવિષ્યમાં પ્રગટ થનાર સુર્યના કિરણો છીએ, તેથી દર્શક નથી પણ ર્સષ્ટા છીએ. એ ભવિષ્યનું નિર્માણ નહિ પણ વર્તમાનનું આપણું જ નિર્માણ છ.ે                   

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:31 am IST)