વિવિધ વિભાગ
News of Thursday, 15th April 2021

કરદાતાઓ મીલ્કત તથા આવક ઘટાડવા બક્ષીસો કરે છે

બક્ષીસ ટેક્ષ પ્લાનીંગનું સાધન છે પરંતુ કરેલ બક્ષીસ પરત લઇ શકાતી નથી

ભારત સરકાર બે પ્રકારના ટેક્ષ લોકો ઉપર નાખી ટેક્ષની આવક કમાય છે. જેમાં સીધા કરવેરામાં - આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્ષ, વેલ્થ ટેક્ષ તથા ગીફટ ટેક્ષનો સમાવેશ થાય છે. જ્યારે આડકતરા ટેક્ષમાં સેલ્સ ટેક્ષ - જીએસટી, ઇમ્પોર્ટ તથા એક્ષપોર્ટ ડયુટી, સેન્ટ્રલ એકસાઇઝ વગેરે સીધા કરવેરામાં હવે ફકત આવકવેરો જ રહ્યો - ગીફટ ટેક્ષ ૧૯૯૯થી નાબુદ કરી પરંતુ શરતોને આધિન તે આવકવેરામાં ઉમેરવામાં આવ્યો છે જે ૨૦૦૪થી લાગુ પાડવામાં આવેલ છે.

આવકવેરો ઘટાડવા તેમજ મિલ્કતોનું હસ્તાંતર કરવા માટે ગીફટ એટલે કે ભેટ આપી કરદાતા પોતાની મિલ્કતમાં ઘટાડો કરી શકે છે. તેવી જ રીતે મીલ્કત ઘટતા તેની ઉપરની આવક પણ ઘટે છે. આ ધ્યાનમાં સરકારે કોઇપણ વ્યકિત ત્રાહીતને વર્ષ દરમિયાન વધુમાં વબુ રૂ. ૫૦,૦૦૦ નીચેની રકમની બાંધણી કરેલ છે પરંતુ જો કોઇ રૂ. ૫૦,૦૦૦ કે તેથી વધુ રકમ કોઇપણ ત્રાહીતને આપે તો ગીફટ આપનારને કાંઇ મુશ્કેલી નથી. તેની સંપત્તિ ઘટશે પરંતુ રૂ. ૫૦,૦૦૦થી વધુ ગીફટ ચેકથી કે વસ્તુરૂપે લેવાથી તે વ્યકિતની આવકમાં ઉમેરાશે. આમ કોઇ કરદાતા ટેક્ષ ભરતો હોય અને તેને રૂ. ૫૧૦૦૦ની ગીફટ મળે તો તે રકમ તેની આવકમાં ઉમેરાશે પરંતુ આવકવેરાની ટેક્ષ ફ્રી લીમીટ અત્યારે રૂ. ૫,૦૦,૦૦૦ પાંચ લાખ છે અને લેનાર વ્યકિતની વ્યાજ વગેરેની આવક ફકત રૂ. ૧,૦૦,૦૦૦ જ હોય તો તે વ્યકિતને રૂ. ૪,૦૦,૦૦૦ની ગીફટ મળે તો પણ ટેક્ષ આવશે નહીં.

પરંતુ કોઇપણ વ્યકિતની તરફ 'પ્રેમ તથા લાગણીથી' ગીફટ અપાય છે તેવું સાદુ લખાણ લખી આપ્યા બાદ, અપાયેલ ગીફટની રકમ પાછી લઇ શકાતી નથી તેવા હાઇકોર્ટ - સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ છે. તે ગીફટ આપનારે ખાસ ધ્યાનમાં રાખવાનું રહે છે. નીચે જણાવેલ કે બક્ષીસ એટલે કે ગીફટ સંપૂર્ણ કરમુકત છે તે આવકમાં ઉમેરાતી નથી.

(૧) કોઇપણ વ્યકિત (કન્યા તેમજ વરરાજા)ના લગ્ન પ્રસંગે મોકલાયેલ રોકડ કે વસ્તુરૂપે ગીફટ

(ર)  વારસામાં કે વીલ યાને વસીયતનામાથી મળેલ રકમ અથવા

(૩) મૃત્યુની અપેક્ષાએ આપેલ કોઇ વડીલ દ્વારા રકમ.

. સગા સંબંધિઓ પાસેથી મળેલ ભેટ - બક્ષીસ : ઉપર જણાવ્યા મુજબ રૂ. ૫૦,૦૦૦ વધુ બક્ષીસ લેનારની આવકમાં ઉમેરાય છે. દેનારને કાંઇ જ વાંધો નથી પરંતુ સરકાર દ્વારા ભારતીય પ્રણાલીકા મુજબ નજીકના સગા - સંબંધી (Close - Relatives)ને અપાતી ભેટમાં કોઇ મર્યાદા નથી રાખેલ પરંતુ તેમાં આવક વેરા કાયદાની કલમ ૬૪ મુજબ અમુક અપાયેલ ગીફટની રકમમાંથી જે કાંઇ આવક - ઉપજન થાય તો તે કાયમી ધોરણે જ્યાં સુધી ગીફટ આપનારની આવકમાં ઉમેરાય છે. આવા સંબંધમાં (૧) પતિ - પત્નીને અથવા પત્ની - પતિને (ર) દાદા અથવા દાદી દ્વારા તેમના ૧૮ વર્ષથી નાના પૌત્રો અથવા પૌત્રીને (૩) સસરા અથવા સાસુ દ્વારા તેમની પુત્રવધૂ એટલે કે દિકરાની પત્નીને જે કાંઇપણ નાની-મોટી રકમની ભેટ ચેક / ડ્રાફટ / આરટીજીએસથી અપાયેલ રકમમાંથી જે કાંઇ ઉપજન થાય તે ગીફટ આપનારની આવકમાં કાયમી ધોરણે ઉમેરાય છે. માટે આવી કોઇ ગીફટ - ભેટ આપી જોખમ કરવું નહીં.

. હવે આપણે ઉપર જણાવેલ આવકવેરાની કલમ ૬૪માંથી પ્લાનીંગ કરવાના રસ્તાઓ ઘણા કરદાતાઓ કરે છે. દા.ત. (૧) 'અ' ની આવક તથા મીલ્કતમાંથી તેની પત્નીના નામે ભેટ આપવા માંગતા હોય તો પ્રથમ તેમના દિકરાઓ પુખ્ત ઉંમરના હોય તો દિકરાને અથવા સાઢુ - સાળીને ગીફટ આપે અને તેઓ શ્રીમતિ 'અ' ને થોડીઘણી વધુ - ઓછી રકમથી ગીફટ આપે (ર) સરકારે સાસુ પુત્રવધૂને ગીફટ આપી શકકતા નથી પરંતુ સસરા પોતાના મોટા દિકરાને ગીફટ આપે અને તે તેનાં ભાભી અથવા નાના દિકરાની પત્નીને આપે (૩) પતિ-પત્ની ગીફટ આપી શકતા નથી તેથી એક ભાઇ બીજા ભાઇને ભેટ આપી એકબીજાની પત્નીને એટલે કે ભાભીને ગીફટ આપી શકે. પરંતુ આ બધી ગીફટ - ભેટની રકમ કરતા પહેલા તમારા અનુભવી સી.એ. કે સલાહકાર પાસે કાયદાકીય રીતે પાકું કરાવી લેવાની સલાહ છે.

. આ સિવાય નીચે જણાવેલ કિસ્સામાં Relative - સંબંધી તરીકે કોઇપણ ગીફટ આપી શકાય છે. જેમાં ભાઇ-બહેનો, બહેન - ભાઇ, સાળો - સાળી, દીયરે - જેઠ - નણંદ, કાકા - ફોઇ, મામા - માસી, દાદા - પિતા તથા મેજર (૧૮ વર્ષની ઉંમરથી વધુ)ના પૌત્ર - પૌત્રી, ભાભી - બનેવી, સાળાની પત્ની, સાઢુભાઇ વગેરે અંદરો અંદર કોઇપણ રકમ ચેકથી અથવા અન્ય બેંકીંગ મોડથી આપી શકે છે. ગીફટ ડીડ બે સાક્ષીઓની સહીથી ચેક, રકમ વગેરેની વિગત સાથે બનાવી લેવું.

અાલેખન

નિતિન કામદાર એન્ડ કાું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, 

૬/૯ પંચનાથ પ્લોટ, પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ પાછળ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮ / ૯૪૨૮૨ ૬૯૫૮૩

ઓફિસ : (૦૨૮૧) ૨૨૨૭૬૮૮

info@nitinkamdar.com

(10:41 am IST)