વિવિધ વિભાગ
News of Saturday, 6th April 2019

યા દેવી સર્વતુતેષુ : શકિતરૂપેણ સંસ્થિતા

નવરાત્રી-સાધના ઉપાસના માટેનો શ્રેષ્ઠ સમય

રાત્રી અને દિવસનો સમય-પ્રાતઃકાલ અને સાંંયકાલ જે સંધ્યા નામથી પ્રખ્યાત છે. તેવી જ  રીતે ઠંડી અને ગરમી ઋતુના મિલનની સંધ્યાને નવરાત્રી કહેવામાં આવે છે.

આ મિલન સંધ્યા સમયનું વિશેષ મહત્વ માનવામા આવ્યું છે. આ સમયે દરેક ક્ષેત્રમાં આનંદભરી વેળા હોય છે. અને ત્યારેજ એજ આધાર પર આત્મા અને પરમાત્માનું મિલન પણ કેટલુ બધુ આનંદભર્યું હોઇ શકે છ.ે

નવરાત્રી પછી દિવાળી અને નવુ વર્ષ જુના વર્ષની વિદાય અને નવા વર્ષનું સ્વાગત આપણે ખુબજ આનંદ ઉત્સાહથી એક મહાન તહેવારના રૂપમાં ઉજવીએ છીએ.

તેવી જ રીતે શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષના મિલન સંધ્યા સમયને પુનમ અને અમાસના મહાન પર્વ નામથી જાણીએ છીએ ઉજવીએ છીએ અને આ દિવસે વિશેષ ધર્મકાર્ય વગેરે થાય છે.

આવીજ રીતે દિપાવલી ગુરૂપૂર્ણિમાં શ્રાવણી બળેવ, શરદપૂર્ણીમાં વગેરે ઘણા તહેવારો અને ઉત્સવો શુકલ-કૃષ્ણ પક્ષની સંધિવાળા પુનમ કે અમાસમાં આવે છે.

દિવસ અને રાત્રી શુકલ પક્ષ અને કૃષ્ણ પક્ષના મીલનની સંધ્યાની જેમજ ઋતુઓના સંધિકાલને પણ એક મહાન સંધિવેળા, મહામિલન-મહાસંધ્યા કહેવા કહેવામાં આવે છે.તેને જ આપણે નવરાત્રી નામથી જાણીએ છીએ.

અને નવરાત્રીની ઋતુ સંધ્યાનું આજ પ્રમાણે મહત્વ વિશેષ છ.ે

ગરમી અને ઠંડીનો ઋતુકાળ આસો નવરાત્રી અને ઠંડી અને ગરમીનો ઋતુકાલ ચૈત્રી નવરાત્રીના નામથી ઓળખાય છ.ે

ચૈત્રી નવરાત્રી શરૂ થતા જ આપણા દેશના ઘણા ભાગમાં વિક્રમ સવંત બદલાય છે.

નવરાત્રીના નવ દિવસ પુરા થતા જ રામનવમી આવે છે અને રામજન્મોત્સવની ઉજવણી થાય છ.ે

ત્યાર પછી ચૈત્રી પુનમના દિને હનુમાનજીની જયંતિ આવે છ.ે રામભકત હનુમાનજી પરમકૃપાળુ ભગવાન રામચંદ્રજીના પરમભકત હતા.

નવરાત્રી પુરી જતા દુર્ગાષ્ટમી, વિજયાદશમી આવે છે આ દિવસોમાં થયેલી આધ્યાત્મિક સાધના પણ વિશષ રૂપથી સફળ થાય છે.

ચૈત્ર માસ અને આસોમાસમાં નવ-નવ દિવસના નવરાત્રી પર્વનો આધ્યાત્મિક સાધના તપશ્ચર્યા માટે વિશેષ મહિમા છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:07 am IST)