વિવિધ વિભાગ
News of Tuesday, 16th October 2018

નોરતુ સાતમું

શકિત રૂપેણ સંસ્થિતાઃ શકિતદેવીનો સંગ્રામ

યા દેવી શકિત રૂપેણ સંસ્થિતા

આકાશમાર્ગે દૈત્યોનો હંફાવતા હંફાવતા કાળરાત્રી માતા જગદંબાના ચરણે આવ્યા. આવીને દેવી ભવાનીને દુર્ગના હંકારની અને તેમની પર આવી પડેલી આપતીની વાત કહી એટલુ જ નહી પરંતુ દુર્ગ તેમની પાછળ પાછળ આવી રહયો છે તેમ કહયું ત્યારે મા ભવાનીએ કાળરાત્રીને ધન્યવાદ આપતા ઉત્સાહ વધારવા કહયુ઼. દેવી તમે ધન્ય છો. વિપતીમાં હોવા છતા મલીન ચિતવાળા દૈત્યને તમે આધીન થયા નહી એટલું જ નહી એવા નરાધમ સામે દતિનું કાર્ય કરીને મૃત્યુને આહવાન આપ્યું. અપમાન કરતા મોતને મીઠુ ગણનાર અમરત્વને પામે છે આપતિને આધીન થઇને જ દીન બની જઇને મૃત્યુ પામે છે તે આલોક પરલોકમાં નિંદાને પાત્ર ઠરે છે. દેવી કાળ રાત્રી આપતી વખતે તમે જે ધેર્ય ધારણ કર્યુ એમ કહીને દુર્ગ જેવા મહાદૈત્યની ક્રુરતાનો ભય તજીને તેનો તિરસ્કાર કર્યો. એથી નારી જાતીનું ગૌરવ વધાર્યુ છે. દુતકાર્યને શોભાવ્યું છે એટલું જ નથી નારી શકિતને વિજય અપાવ્યો છે.

 

મા ભવાની કાળરાત્રીના કાર્યની પ્રસંશા કરતા હતા એવામાં વિંધ્યાચલ પર્વત પર જાણે કે તીડનું ટોળુ આવી રહ્યું ં હોય એમ દુર્ગ કાળરાત્રીને જોઇ તેની અધિષ્ઠાત્રી દેવી ભવાનીને જોયા જોઇને તેનું મન વિહવળ થયું દુર્ગે સેનાપતિઓને વિનંતી કરી. બહાદુરોની પ્રસંશા કરતા કહેવા લાગ્યો. દુર્ગ અજય સેનાપતિઓ આજસુધી અનેકને રણમાં રગદોળી નાખનારા વીરો આજે એક સ્ત્રીને આપણે પકડી શકયા નહી છતા તેને પકડવામાં તમારી કર્તવ્યનિષ્ઠા પ્રત્યે મને લેશ પણ શંકા નથી. સેનાપતિઓને જોગમાયાઓ બનાવતા દુર્ગે આગળ ચલાવ્યું. ત્રિલોકના સમ્રાટના સેનાપતીઓ જુઓ સુર્યના કિરણોમાંથી ટમકેલી એવી રૂપરાશીઓ જુઓ સામે બે નિર્બળ નારીઓ બેઠી છે તે જુઓ નીચે તમારામાંથી જે કોઇ પણ ધૈર્ય બુધ્ધિ બળ કે છળથી એ વિદ્યાંચળની રહેનારીને મારી સમક્ષ લઇ આવશે તેને હું સ્વર્ગમાં ઇન્દ્ર તરીકેનું પદ આપીશ. સ્વર્ગનો ઇન્દ્ર બનાવીશ.

દૈત્ય રાય દુર્ગની પ્રોત્સાહન પ્રેરક વાણીથી સેનાપતિઓ કહેવા લાગ્યા. મહારાજા એક સ્ત્રીને પકડવી તેમા તે એવું કેવુ કઠીન કાર્ય છે. એક તો અબળા છે વળી અનાથ દેખાય છે. એવી નિઃસહાય અબળાને પકડવામાં આપે કહયું તેમ મહાન પ્રયત્નની ધેર્ય બુધ્ધિ બળ કે છળની આવઁશ્યકતા અમને લાગતી નથી. સ્ત્રીની નિબળાતાને જાણનાર સેનાપતિએ અહંકારથી કહયું રાજન અમારો પ્રયન્ત આપ જોતા રહો. નિરાધાર નારીને પકડીને આમની સમક્ષ ઉપસ્થિત કરીએ છીએ. કે નહી? એટલુ કહીને દૈત્યો દેવી ભવાનીને પકડવા માટે ઉપડયા.

રણેભદી સંભળાઇ દૈત્યોએ મહાદેવીને પકડવા માટે આક્રમણ કર્યુ છે તે દેખીને દેવો ગભરાવા લાગ્યા. ધરતી ધ્રુજવા લાગી એવે વખતે નીજ શરીરમાંથી હજારો શકિતઓ પ્રકટ કરી એ શકિત દેવીઓએ રાક્ષસોને આગળ વધતા રોકયા. જાણે કે સીમાને ઓળંગવા માઝા મુકતા સમુ્દ્રને રોકી દીધો કેમ ન હોય દૈત્યોના શસ્ત્રોને તણખલાની જેમ તોડી નાખ્યા.

દેવી શકિતઓની શકિત દેખીને દૈત્યોને માયાવીરૂપ ધારણ કરી પ્રક્ષો પથ્થરોનો વરસાદ વરસાવ્યો યુધ્ધ નિહાળવા આકાશના દેવો વિહવળ બની ગયા જાણે ઘડી બે ઘડીમાં શકિત દેવીઓનો રાક્ષસો સંહાર કરી નાખશે તેવો તેમના મનમાં ભય થવા લાગ્યો. એથી દેવો મહામાયાને મા ભવાનીને પ્રાર્થના કરવા લાગ્યા. હે મા રાક્ષસોના બળનો નાશ કરો નાશ કરો.

ચિંતાતુર દેવોની પ્રાર્થના સાંભળીને મહાશકિતમંદ મંદ હસવા લાગ્યા. દેવોની ચિંતાદુર કરવા માટે મા ભવાનીએ વાયવ્યસનું સંધાન કરીને દેત્યોને શસ્ત્રો ઉપર ફેંકયું. દૈત્યો નિઃશસ્ત્ર બની ગયા. સૈન્યને નિઃશસ્ત્ર દેખીને દુર્ગાસુર ભડભડાટ બળતી આગને હાથમાં લઇને દેવી ઉપર ફેંકી દેવીએ દિવ્યશકિતથી આગને એક જ બાણે વેરવિખેર કરી દીધી.

હાર્યો જુગારી બમણુ રમે એ પ્રમાણે દુર્ગના અસ્ત્રો શસ્ત્રો જેમ જેમ નિષ્ફળ જતા હતા. તેમ તેમ તે વધુ ક્રોધે ભરાતો હતો. અગ્નિ જવાળાને વેરવિખેર થતી દેખીને અસુર રાજાએ દેવીનો સંહાર કરવા ચક્ર ફેંકયું યુધ્ધમાં શુર એવા દેવીએ કુશળતા પુર્વક બાણ ફેંકીને ચક્રના ટુકડે ટુકડા કરી નાખ્યા દુર્ગહારતો જતો હતો. તેની પાસે રહેલા અસ્ત્રો શસ્ત્રો દેવીનો સંહાર કરવામાં નિષ્ફળ જતા હતા.

એથી પ્રતિયાગ્ ની જેવુ પ્રજવલીત શુળ દેવી ઉપર છોડયું જેવું શુળ દેવી પાસે આવ્યું કે તરત જ દેવીએ તે શુળને નિષ્ફળ કરી દીધું. યુધ્ધ જામતું હતું. દુર્ગની બુધ્ધિ શકિત યુધ્ધની વ્યુહ રચના માયાજાળ, ેદેવી શકિત પાસે નિષ્ફળ જતા હતા. છેવટે દુર્ગ ગદા લઇને માતા ભવાનીને મારવા દોડયો તેણે ગદાનો ઘા જોગમાયા ઉપર કર્યો. માતાની ભુજામાં ગદા લાગી. લાગતાની સાથે જ તેના ટુકડે ટુકડા થઇ ગયા એ વખતે દેવી ભવાનીએ દૈત્યની છાતીમાં ડાબો પગ માર્યો. દુર્ગ ઘાયલ થઇને પૃથ્વી પર પડી ગયો. તેના હદયમાં પીડા થવા લાગી તેમ છતા તે એકદમ ઉઠીને ભાગ્યો.

એ વખતે દેવી ભવાનીની પ્રેરણાથી શકિત દેવીએ દૈત્યોની સેનામાં વિચરણ કરવા લાગી કે જાણે પ્રલયકાળમાં મૃત્યુની સેના સંસારમાં વિરહતી ન હોય.

દુર્ગને ભાગતો દેખીને દેવોના જીવમાં જીવ આવ્યો. માતાજીના અદભુત પરાક્રમને પુષ્પાંજલીં દ્વારા વધાવ્યંુ.

યા દેવી શકિત રૂપેણ સંસ્થીતા

નમસ્તયે નમસ્તયે નમસ્તયે નમસ્તયે નમો નમઃ

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:11 am IST)