વિવિધ વિભાગ
News of Monday, 14th December 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

જંગલી

''પ્રેમ તોફાની છે અને જે પળે વ્યકિત તેને બાંધવાની-કોશીષ કરે છે. તેનો નાશ થાય છે પ્રેમ એક ચક્રાવાત છે, આઝાદ, જંગલી અને ત્વરીત''

તમે પ્રેમને કાબુમા ના કરી શકો કાબુમાં કારશો તો તે મરી જશે તે ત્યારે જ કાબુમાં આવે છે જયારે તમે તેને મારી નાખો જો તે જીવંત છે તો તે તમને કાબુમાં રાખશો તમે તેની અંદર સંપૂર્ણ રીતે ખોવાઇ જશો. કારણ કે તે તમારાથી વિશાળ છે, વધારે ફેલાયેલ છે, વધારે મજબુત છે.

જે રીતે પ્રેમ તમારા ઉપર આવે છે. તેવી જ રીતે ભગવાન પણ આવશે ભગવાન પણ તોફાની છે, પ્રેમ કરતા પણ તોફાની સભ્ય ભગવાન ખરેખર ભગવાન જ નથી ચર્ચના ભગવાન અથવા - મંદિરના ભગવાન કેવળ મુર્તિઓ છે ભગવાન આ સ્થળોએથી ઘણા સમય પહેલા જતા રહ્યા છે. કારણ કે ભગવાનને કયારેય પાંજરામા પુરી ના શકાય આ બધા સ્થળો ભગવાનનું કબ્રસ્તાન છે.

જો તમે ભગવાનને શોધવા માંગતા હો તો તમારે જીવનની તોફાની ઉર્જાને વહેવા દેવી પડશે પ્રેમ પહેલી ઝલક છે. યાત્રાની શરૂઆત રૂ. ભગવાન અંતીમ પડાવ છે પરંતુ ભગવાન ચકાવાત સ્વરૂપે આવે છે તે તમને મૂળથી ઉખેડી નાખશે તમારો કબજો લઇ લેશે. તે તમને ટુકડાઓમાં વિભાજીત કરી નાખશે તે તમને મારી નાખશે અને ફીરથી સર્જન કરશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:55 am IST)