વિવિધ વિભાગ
News of Monday, 8th July 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

જીવન સરળ છે

''જીવન ખૂબજ સરળ છે. વૃક્ષો પણ તેને જીવે છે, તે સરળ હોવુ જ જોઇએ. આ શા માટે તે આપણા માટે જટીલ બની ગયુંછે? કારણ કે આપણે તેના સીદ્ધાંતો બનાવી શકીએ છીએ.''

જીવનમાં તિવ્રતા અને ઉન્માદના ક્ષણોમાં તમારે જીવનનું બધુ જ તત્વજ્ઞાન છોડી દેવુ જોઇએ નહીંતર તમે તમારા શબ્દોથી ઘેરાયેલા રહેશો.

તમે કાનખજુરા વિશેની પ્રખ્યાત વાર્તા સાંભળી છે ? તે એક સુંદર સવાર હતી અને કાનખજુરો ખૂબજ ખુશ હતો અને મનમાં ગણગણતો હતો તે સવારની તાજી હવામાં મદમસ્ત હતો. તેની બાજુમાં બેસેલો દેડકો ગુંચવણમાં હતો તે જરૂરથી તત્વજ્ઞાની જ હશે તેણે કહ્યું ''ઉભો રહે! તુ તો જાદુ કરે છે.સો પગ ! તુ કઇ રીતે સંભાળેછે ? કયાં પગ પહેલો આવે છે. કયો પગ બીજો, ત્રીજો અને પછીના ક્રમે આવે છે. તને ગુંચવણ નથી થતી ? તુ કઇ રીતે સંભાળે છે ? મારા માટે તો તે અશકય છે.'' કાનખજુરાએ કહ્યું ''મે કયારેય તેના ઉપર વિચાયુંર્ નથી મને વિચારવા દે'' અને ત્યા ઉભા-ઉભા જ તે ધ્રુજવા લાગ્યો અને જમીન પર પડી ગયો તે ખૂબજ ગુંચવણમાં મુકાઇ ગયો-સો પગ ! તે કઇ રીતે તેને સંભાળી શકશે!

તત્વજ્ઞાન લોકોને પંગુ બનાવી દે છે જીવનને તત્વજ્ઞાનની જરૂર જ નથી જીવન પોતાના માજ પુરતુ છે તેને કોઇ આધારાની જરૂર નથી તેને કોઇ ટેકાની જરૂર નથી તે પોતાનામાં જ પુરતું છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:02 am IST)