વિવિધ વિભાગ
News of Tuesday, 2nd July 2019

નિરોગી રહેવા ફીટનેસ વધારીએ શારિરીક અક્ષમતા કેળવીએ...!

માનવ જીવનમાં સ્ફુર્તી જાળવી રાખવા માટે કેટલીક પ્રવૃતી આવશ્યક બને છે.

સતત બેઠા રહેવું ટીવી જોવુ સંગીત સાંભળવુ કે પછી વાંચન કરવુ જો કે આ બધી પ્રવૃતિી આવશ્યક છે. પરંતુ બેઠાડુ જીવન શારીરીક ક્ષમતા ઘટાડે છે.

સ્ફુર્તી-ફીટનેસ વધારવા માટે કેટલીક પ્રવૃતિ આવશ્યક છે.

માનવ જીવનમાં શારીરીક સક્ષમતા કે ફીઝીકલ ફીટનેશ એ એવી વ્યવસ્થા છે જેમાં માનવ શરીર આરોગ્યવાન હોવાની સાથે ધંધા રોજગાર રમતગમતને લગતી રોજ બરોજની શારીરીક પ્રવૃતી કરવા માનવી સક્ષમ હોય.

માટે આપણે માત્ર આરોગ્ય જ નહી. સ્ફુર્તી ફીટનેશ માટે પ્રવૃત થવું જોઇએ.

સુખ, સંતોષ, આનંદ અને પ્રગતીમય જીવન માટે આરોગ્ય તંદુરસ્તી જરૂરી છે.

માનવીને જીવન જીવવા માટે સૌથી વધુ આવશ્યક અને મહત્વપુર્ણ સાધન તેનંુ શરીર છે. દરેક વ્યકિત માટે જીવન નિરોગી હોય તે જરુરી છે.

પરંતુ તેની સાથે માનવનું શરીર જીવનપયોગી દરેક પ્રવૃતી માટે ક્ષમતા ધરાવતું હોય એ પણ એટલું જ આવશ્યક છે. વ્યકિતનું આરોગ્ય અને સ્ફુર્તી વચ્ચે પણ ફરક છે. માટે શારીરીક સક્ષમતા અને ફીઝીકલ ફીટનેસ માનવીને રોજબરોજની પ્રવૃતી માટે જરૂરી બને છે.

ફીટનેશ એટલે કે સ્ફુર્તી જાળવી રાખવા માટે વ્યકિતએ તેની રોજબરોજની કામગીરીમાં ઝડપ, પ્રિલય અને સંતુલન જાળવવા પડે અને કોઇ પણ કામગીરી દરમ્યાન જરૂરી બેલેન્સ જાળવવુ એટલુ જ આવશ્યક છે.

સ્નાયુનંુ બળ કોઇ પણ વજન ઉંચકવા માટે કે તેને ધકકો મારવા માટે કે પછી આ પ્રકારની પ્રવૃતિ માટે માનવ શરીરના હાથ પગ પેટ કમર ગરદન જેવા અંગોના સ્નાયુઓમાં બળ જરૂરી છે.

સપ્રમાણતા વજન અને શરીરીક ધાતુ જેવી માસ ચરબી હાડકા લોહી વગેરેની તાકાત અને પોષણ સાથે અપ્રમાણતા આવશ્યક છે.

હ્રદય રકત સંચારણ ક્ષમતા વ્યકિતની કાર્ય પ્રવૃતી દરમ્યાન તેના શરીરને માટે જરૂરી લોહી-ઓકસીજનની જરૂરીયાત પુરી પાડવા માટે હ્ય્દય ફેફસા લોહીની નળીઓની કાર્યક્ષમતા જરુરી બને છે.

એવી જ રીતે શારીરીક પ્રવૃતી માટે સ્નાયુક્ષમતા આવશ્યક બને છે.

વ્યકિત ઘરનો દાદરો ચડે કે ઉતરે દિવસ દરમ્યાન ઉઠબેસ કરે હલન ચલન કરે કે પછી ઉભા રહે આવી બધી પ્રવૃતિ માટે વ્યકિતની સ્નાયુઓની તાકાત જરૂરી છે આ માટે શરીરનું લચીલાપણુ જરુરી બને છે. જરૂરી કાર્ય કરીને અટકી જવું અમુક દિશામાં પ્રવૃત થવુ. પગના પંચ પર ઉંચા થવુ કે પછી સ્ટ્રેચ કરી કાર્ય કરવું આવી અનેક નાની મોટી પ્રવૃતી માટે શરીર ફલેકસીબલ હોવું જોઇએ.

પ્રતિક્રિયા કોઇ પણ સંજોગોમાં શારીરીક માનસીક ક્રિયાઓ બહારના વાતાવરણથી જરુરી અનુકુળ ન હોય કે સમાજના સંવેદનાની ક્રિયા હોય શરીર-મનના અવયલો અને જ્ઞાનેન્દ્રીયો કર્મેન્દ્રીયના તાલ મેલથી યોગ્ય સમયે પ્રતિક્રિયા થવી જરૂરી છે.

વોશબેસીનમાં બ્રશ કરી મોં સાફ કરવુ પહેરવેશ પહેરવો, શાકભાજી કાપીને વધારવું કુકર ગેસ પરથી ઉતારવું પાણીનું માટલુ સાફ કરવું આવી નાની મોટી રોજ બરોજની પ્રવૃતી માટે પણ શારીરીક ક્ષમતા પ્રક્રિયાની સતેજના બહેનોના જીવનમાં સરળતા સક્રિયતા લાવે છે.

ફીટનેસ વધારવા માટે

જો કોઇ રોગ હોય તો તે મીટાવવા માટે ચીવટ રાખવી.

શરીરની સક્ષમતા વધારવા રોજબરોજના જીવનમાં રાખવી.

વજનની સંપ્રમાણતા કરવી પણ હા ડાયેટીંગ કરીને નહી જ...

રાઇટ ઇટીંગ જીવનમાં પાતળા બનો પરંતુ હુલમાં તો નહી જ.

વોર્કીગ, સ્વીમીંગ સાઇકલીંગ, વેઇટલીફટીંગ વેટ ટ્રેઇનીંગ, બેડમીંગ્ટન કવોશ, ટેનીસ ટેબલ ટેનીસ, શાસ્ત્રી નૃત્ય, વેસ્ટર્ન ડાન્સ જેવી અનેકવીધ પ્રવૃતીઓ છે. જેમાંથી તમને મનગમતી અને તમારી શારીરીક ક્ષમતા વધારતી પ્રવૃતિ કરી શકાય.

યોગાસન, સ્કેચીંગ, શ્વાસનું નિયમન, શરીર સંતુલન, મનની એકાગ્રતાની સમજ કેળવીએ, સ્ફુર્તી ફીટનેસ માટે આવશ્યક છે.

આપણે આપણી શકિતઓને ભુલીએ નહી પ્રકૃતિ પાસેથી પ્રેરણા લઇએ અને જીવનમાં પુર્ણતા પ્રાપ્ત કરીએ.

એમ કહેવાય છે કે હંમેશા પથ્યઆહારનું સેવન કરનાર દાન કરનાર જોઇ વિચારીને કામ કરનાર સર્વ તરફ સમભાવ રાખનાર સત્યનીષ્ઠ અને આપ્તજનની સેવા કરનાર માનવી નિરોગી રહે છે.

આજે આપણી કામ કરવાની પધ્ધતી અને જીવન શૈલી એવી થઇ ગઇ છે કે જેને કારણે આપણે એક જ સ્થિતિમાં કલાકો સુધી બેસી રહેવું પડે છે. આપણે ખોટી રીતે પણ બેસતા હોઇએ જેમ કે લાબંુ ડ્રાઇવીંગ, કોમ્પ્યુટર પર તથા ઓફીસ કામ ટીવી જોતી વખતે કે મોબાઇલ વીડીયો ગેમ રમતી વખતે આપણી બેસવાની પધ્ધતી બરાબર હોતી નથી.

જો કોઇ માનવી લાંબો સમય કમરમાંથી વાંકો વળી વળીને બેસી રહે તો તેની પીઠથી લઇને મસ્તક સુધી રકત સંચારમાં અવરોધ થાય એટલે પીઠ અને માથાનો દુઃખાવો થઇ શકે.

લાંબા સમય સુધી બેસી રહેવાથી પાચન તંત્ર પર પણ માઠી અસર પહોંચે છે.

સ્વાસ્થ્યનું જો થોડુ ધ્યાન રાખવામાં આવે તો અનેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય અને શારીરીક તથા માનસીક સ્વાસ્થયને સ્થિર રાખી શકાય છે.

-દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:04 am IST)