વિવિધ વિભાગ
News of Thursday, 27th June 2019

પવિત્ર યાત્રાધામ પાલીતાણા

ભારતીય સંસ્કૃતિનું અદ્દભૂત નઝરાણુ

''તારે તે તીર્થ તીર્થને પ્રર્વતાવે તે તીર્થકર''

વિશ્વભરના જૈન સમાજનું પવિત્ર તીર્થ એટલે પાલીતાણા... મંદિરનું નગર પાલીતાણા...

શેત્રુંજય શિખરની તળેટીમાં વસેલું પાલીતાણા જૈન ધર્મના તીર્થકરશ્રી વૃષભદેવ ભગવાન આ તીર્થમાં નવ્વાણુવાર સમોસર્ચા હતા જૈનોના ર૪ તીર્થકરોમાંથી શ્રી નેમીનાથ ભગવાન સિવાયના ર૩ તીર્થકરોએ આ તીર્થ પરથી વિશ્વને જૈન ધર્મનો મંગલકારી સંદેશ આપ્યો હતો.

સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આવેલ આ તીર્થધામની પવિત્ર ભૂમિના દર્શન કરીને દર વર્ષે સેંકડો યાત્રાળુઓ પાવન થાય છ.ે

શેત્રંુજય  પર્વતની ઉંચાઇ ૧૬૪૦ ફુટ છે. આ પર્વત પર ૯ ટુંક છે અને તેમાં ૧૦૮ મોટા દેરાસર છે આ ઉપરાંત ૮૭ર જેટલી નાની દેરીઓ છે સાત હજાર જેટલી જીન પ્રતિમા છે અનેતળેટીથી શિખરની ટોચ સુધી પહોંચવા માટે૩૭પ૦ જેટલા પગથીયા ચડવા પડે.

સમવસરણ મંદિર

શેત્રુંજય ગીરીરાજ પર જતા જમણી બાજુએ સમવસરણ મહામંદિર આવે છ.ે આ મહામંદિર ર૦ હજાર વાર જમીનમાં પથરાયેલું છે છેલ્લા દસકા દરમ્યાન તેનું નિર્માણ થયું મહા મંદિરની ઉંચાઇ ૧૦૮ ફુટ છે તેનું પ્રવેશદ્વારા સુંદર કલાકારીગરીને લીધે આગવુ આકર્ષણ ઉભુ કરે છે બંને બાજુ પથ્થરમાંથી અંકિત અક્ષરો અદ્ભૂત લાગે છે શાસ્ત્રીયરીતે તૈયાર કરાયેલ બાર દરવાજા, સુંદર કમાનો, દ્વારપાલ, ચૈત્યવૃક્ષ ધ્યાનાકર્ષિત છ.ે

મહામંદિરનો ગોળ ઘુમ્મટ (ડોમ) ૪ર ફુટ ઉંચો અને ૭૦ ફુટ પહોળો છે તે પથ્થરમાંથી તૈયાર કરાયો છે વીંટી જેવા આ વર્તુળોકારમાંં ૪ર ફુટ ઉંચોઅને ૧૬ ફુટ પહોળો અષ્ટમંગલ તેમજ છેક ટોચ ઉપર ઉંધા કમળની પાંખડીઓથી સુશોભીત માણેક સ્થંભ રત્નની જેમ દીપે છે તેની ચારે દિશામાં ચોવીસ તીર્થકરોની ર૪ મૂર્તિઓ બિરાજમાન છે ડોમની ગોળાઇમાં ચારે દિશામાં ૧૦૮ શ્રી પાર્શ્વનાનથી મૂર્તિઓ થાંભલા વિનાની ઝુલતી કમાનો ઉપર પ્રતિષ્ઠિત જોવા મળે છે. આ ૧૦૮ તીર્થપટ્ટાના દર્શનથી દર્શકને તિર્થોની યાત્રા કર્યા જેટલો સંતોષ મળે છે.

જૈનાચાર્યશ્રી માદિલપ્તસુરીશ્વરજી મહારાજના નામ ઉપરથી વસેલું ''ચાદલિપ્તપુર'' સમય જતાં પાલીતાણા તરીકે પ્રસિદ્ધ બન્યું અહીં જૈનોનું ''શ્રીશત્રુંજય મહાતીર્થ'' એ આગળ માન્ય શાશ્વત સિદ્ધ ક્ષેત્ર છે. આ તીર્થના મુળ નાયક શ્વેતવર્ણીય પદમાસનસ્થ શ્રી આદિશ્વર ભગવાન છે.

કાર્તિક પુર્ણિમાં, ફાગણસુદ તેરસ, ચૈત્રી પુર્ણિમાં, વૈશાખ સુદ ત્રીજ અને અષાઢી પુર્ણિમાના તહેવારોમાંં હજારો યાત્રાળુઓ આ પવિત્ર યાત્રાધામના દર્શનાર્થે આવે છેે અને ધન્યતા અનુભવે છે.

દેશ વિદેશના પ્રવાસીઓની અહીં સતત થતી રહેતી અવર જવરને લીધે પાલીતાણામાં સામાન્યથી માંડીને આધુનિક સુવિધા સાથેના ૮૦ જેટલા અતિથિગૃહો અને ધર્મશાળાઓ બન્યા છે અને પ્રવાસીઓને રહેવા-જમવા માટેની સુવિધામાં ઉપયોગી પૂરવાર થઇ રહ્યા છે.

અહીંનું જૈન મ્યુઝીયમ પ્રવાસીઓને આકર્ષ છે આ મ્યુઝીયમમાં રહેલી પુરાણી મહત્વની એવી ચીજવસ્તુઓ નિહાળીને ધ્યાનાકર્ષિત થાય છે.

પાલીતાણામાં જોવા લાયક સ્થળોમાં જૈન મ્યુઝીયમ ઉપરાંત, શ્રી જંબુવ્દિપ, શ્રી કેસરી યાજીનગર, કાચનું મંદિર, મહાલક્ષ્મીજી મંદિર, ભીડભંજન મહાદેવ વગેરે છે.

તળેટીમાં પહોંચવા માટે ઘોડાગાડી, રીક્ષા વગેરે વાહનો મળી રહે છ. તળેટીમાં પણ મંદિરો છે પર્વત પર જવા માટે વડીલો કે બાળકો માટેડોલીવાળા મળી રહે છે.

શહેરમાં આવેલું શ્રી ભૈરવનાથનું મંદિર ૧૦૮ વર્ષ પુરાણુ છે પાલીતાણાના મહારાજાને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાંં તેમને જે પ્રકારની મૂર્તિ દેખાઇ એવીજ મુર્તિનું તેમણે નિર્માણ કરાવ્યું હતું એમ કહેવાયુંછે.

મંદિરોનું નગર એટલે તેના શિલ્પીઓ તો હાજર હોય એમ કહેવાય છે કે પાલીતાણામાં હંમેશ ''ટાંકણું'' ચાલુ જ હોય પથ્થરો પર ટાંકણા મારીનેશિલ્પ સ્થાપત્યના કલાકારો સુંદર મઝાની મૂર્તિનું કે મંદિરનું નિર્માણ કરે છે ત્યારે જોનારા દંગ રહી જાય છે આવું જ કાસ્ટકલા કારીગરીનું છે.

પાલીતાણાને ગુલાબોના નગર તરીકે પણ ઓળખાવી શકાય અહીં આસપાસની વાડીઓમાં ગુબાલની ખેતી સારી એવી થાય છ.ે અને ગુલાબમાંથી બનતું 'ગુલકંદ' માટે પણ પાલીતાણા જાણીતું છે.

આપણું ગુજરાત ભાતીગળ સંસ્કૃતિ, ભવ્ય ઇતિહાસ શિલ્પ સ્થાપત્યથી સમૃદ્ધ છે. ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો તીર્થધામોનો વધુ પ્રવાસીઓ લાભ લેતા થાય, તીર્થધામો અને પ્રવાસન ધામોની અસ્મિતા જળવાઇ રહે એ જરૂરી છે. તીર્થધામોની મુલાકાતે આવતા યાત્રાળુઓના હૃદયમાં માત્ર ધાર્મિક શ્રદ્ધાંજ નહીં પરંતુ સાચા અર્થમાં પવિત્રતા અને આદર અંકિત થાય તેવું વાતાવરણ સર્જવાના હેતુથી સરકારે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરી છે.

બોર્ડ દ્વારા પ્રથમ તબકકે ગુજરાતના છ તીર્થધામોનો સુસંકલિત અને સર્વાંગી વિકાસ થનાર છે તેમાં પાલીતાણાનો સમાવેશ થાય છે આ ઉપરાંત દ્વારકા, સોમનાથ, ગિરનાર, ડાકોર, અંબાજીનો સમાવેશ થાય છે.

આવુ ધાર્મિક આધ્યાત્મિક અને સ્થાત્યની દ્રષ્ટિએ અદ્દભૂત એવું આ પાલીતાણા ભારતીય સંસ્કૃતિના એક અદ્દભૂત નઝરાણાસમુ છે.

-દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:32 am IST)