વિવિધ વિભાગ
News of Monday, 27th May 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોેડીટેશન

પ્રેમની નાજુકતા

''એવુ નહી વિચારો કે પ્રેમ શાશ્વત છે તે ખૂબજ નાજુક છે ગુલાબ જેવુ નાજુક, સવારે ત્યા છે-સાંઝ થતા જ તે નથી કોઇપણ નાની વસ્તુ તેનો નાશ કરી સકે.''

જેટલી વસ્તુ મુલ્યવાન હોય છે તેટલી જ તે નાજુક હોય છે તેની રક્ષા થવી જ જોઇએ પથ્થર ટકી રહેશે- પરંતુ ફુલ જતુ રહેશે  જો તમે પથ્થરને કોઇ નુકસાન નહી થાય પરંતુ ફુલનો નાશ થઇ જશે.

પ્રેમ ખૂબજ નાજુક છે તેના માટે તમારે ખૂબ જ સાવચેત અને સચેત રહેવુ પડશે તમે એવી રીતે નુકશાન પહોંચાડી શકો કે સામેવાળા રક્ષણાત્મક બની જાય જો તમે ખૂબજ ઝઘડો કરશો તો તમારા સાથીદાર છટકવાની કોશીષ કરશે તે વધારે ને વધારે નીરસ થઇ જશે. વધારે અને વધારે સંકુચીત થઇ જશે તેથી તે તમારા હુમલાનો ભોગ ના બને તેથી તમે વધારે હુમલો કરવાની કોશીષ કરશો કારણ કે તમે તેની નીરસતાનો પ્રતિકાર કરશો આ એક વિષયુકત ચક્ર બની જશે આવી જ રીતે પ્રેમીઓ ધીરે-ધીરે દુર થઇ જાય છે તેઓ એકબીજાથી દુર થતા જાય છે અને વિચારે છ.ે કે સામેવાળો જવાબદાર છે સામેવાળાએ તેને દગો કર્યો છે.

હકિકતમાં મને જે અનુભવ છે એ પ્રમાણે કોઇપણ પ્રેમી કયારેય દગો કરતો નથી અજ્ઞાનને લીધે જ પ્રેમ નાશ પામે છ.ે બંને સાથે રહેવા માગે છે પણ કોઇક કારણને લીધે બંને અજાણ છે તેઓનું અજ્ઞાન તેમની સાથે રમત રમે છે અને તે વધતું જ જાય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:12 am IST)