વિવિધ વિભાગ
News of Monday, 4th July 2016

વિજ્ઞાન ભૈરવ તંત્ર-૧૧ર ધ્યાનની વિધિઓ જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધિઓ

 

 પ્રેમ ભકિત બની શકે છે. પ્રેમ પ્રથમ પગલું છે ત્યારે ભકિતનું ફુલ ખીલે છે. જો તમારો પ્રેમ ગહન હોય તો બીજો વધારે વધારે અર્થપૂર્ણ થઇ જાય છે. તે એટલો અર્થપૂર્ણ થઇ જાય છે કે તમે એને ભગવાન કહેવા લાગો છો. આ જ કારણ છે કે મીરાં કૃષ્ણને પ્રભુ કહયા કરે છે. ના તો કૃષ્ણને જોઇ શકે છે કે ના મીરાં સિધ્ધ કરી શકે છે કે કૃષ્ણ કયાં છે પરંતુ મીરાં એને સિધ્ધ કરવા ઉત્સુક પણ નથી. મીરાંએ કૃષ્ણને પોતાનું પ્રેમ પાત્ર બનાવી દીધું છે.

અને યાદ રાખો, તમે કોઇ યથાર્થ વ્યકિતને પોતાનું પ્રેમ-પાત્ર બનાવો છો કે કલ્પનાના વ્યકિતને એનાથી કોઇ ફરક પડતો નથી. કારણ એ છે કે બધુ રૂપાંતર ભકિત દ્વારા આવે છે, પ્રેમપાત્ર દ્વારા નહિ. આ વાત હંમેશા યાદ રાખો. કૃષ્ણ ના પણ હોઇ શકે છે, તે અપ્રાસંગિક છે. પ્રેમ માટે અપ્રાસંગિક છે. હું આ વાત ઉપર જોર દઇને કહેવા માગુંં છું કે કૃષ્ણનો હોવા ના હોવાનો પ્રશ્ન નથી, બિલકુલ નથી. એ ભાવ કે કૃષ્ણ છે એ બધો પ્રેમનો ભાવ, એ સમગ્ર સમર્પણ, એ પોતાને કોઇમાં વિલીન કરી દેવું, ચાહે તે હોય કે ના હોય, આ વિલીન થઇ જવું જ રૂપાંતરણ છે. અચાનક વ્યકિત શુધ્ધ બની જાય છે, સમગ્રરૂપે શુધ્ધ બની જાય છે. કારણ કે અહંકાર જ નથી તો તમે કોઇપણ રૂપમાં અશુધ્ધ થઇ શકતા નથી. અહંકાર જ બધી અશુધ્ધિનું બીજ છે. અહંકાર જ બધા ગાંડપણનો જનક છે. ભાવના જગત માટે, ભકિતના જગત માટે અહંકાર રોગ છે.

આ અહંકાર એક જ ઉપાયથી વિસર્જીત થાય છે -બીજો કોઇ ઉપાય નથી. એ ઉપાય એ છે કે બીજો એટલો મહતવપૂર્ણ થઇ જાય છે કે એટલો મહિમાપૂર્ણ થઇ જાય કે ધીમે ધીમે તમે વિલીન થઇ જાઓ અને એક દિવસે તમે બિલકુલ ના બચો, ફકત બીજાનો બોધ રહી જાય અને જયારે તમે તમે નથી રહેતા ત્યારે બીજો બીજો નથી રહેતો કારણ કે બીજો બીજા તરીકે ત્યાં સુધી છે જયાં સુધી તમે છો. જયારે હું વિદાય થઇ જાય છે તો એની સાથે તું પણ વિદાય થઇ જાય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો ધ્યાન મંદિર પર દરરોજ નિયમિત સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧વર્ષોથી ધ્યાન ઓશો સાહિત્ય, સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એક માત્ર ધ્યાન મંદિર  સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સ્વામી સત્યપ્રકાશ

   ૯૪ર૭ર પ૪ર૭૬

(10:01 am IST)