વિવિધ વિભાગ
News of Monday, 1st October 2018

ઓશોનો નિરાકારનો આકાર

સજ્ગતા-બાદબાકી વગર !

ઉમટતા વિચારો કે ઇચ્છાઓથી કદી પણ બીવું નહીં; પણ તેને પારખવામાં લાગતા વિલંબથી જરૂર ચેતવું.

રહસ્યનો માર્ગ

ત્રણ માણસ એક સૂફી મંડળીમાં સૂફી શિક્ષા મેળવવા માટે જઇ ચઢયા, તેમાંનો એક ગુરૂની ઉશ્કેરણીભરી વર્તણુકથી એકદમ છૂટો પડી ગયો. બીજાને ગુરૂજીની સૂચના મૂજબ કહેવામાં આવ્યું કે આ ગુરૂ તો એક દગલબાજ છે. તે પછી તે થોડી જ વારમાં ખસી ગયો. ત્રીજાને બોલવા દેવામાં આવ્યો, પણ તેને લાંબા વખત સુધી કંઇ બોધ ગુરૂએ આપ્યો નહિ એટલે તે પણ મંડળી છોડી ચાલ્યો ગયો. જ્યારે તે બધા જતા રહ્યા ત્યારે ગુરૂજીએ મંડળીને ઉદ્દબોધન કર્યું. ''પ્રથમ માણસ, 'મુખ્ય વસ્તુઓનો નિર્ણય ફકત દેખીને કરો નહીં' એ કહેવતનું દૃષ્ટાંત હતો. બીજો 'ઘેરી કિંમતી વસ્તુઓનો નિર્ણય-સાંભળીને કરો નહિ' એ એક નિયમનું દૃષ્ટાંત હતું. અને ત્રીજો 'વસ્તુનો નિર્ણય ફકત વાણી અગર મૌનથી કરવો નહિ' એ સૂત્રનું દૃષ્ટાંત  હતું. એક શિષ્ય બોલ્યોઃ બોધ મેળવવા આવેલા માણસોને આપે કંઇ ઉપદેશ આપ્યો નહીં, ત્યારે ગુરૂજી બોલી ઉઠયાઃ હું અહીં સાચું જ્ઞાન આપવા બેઠો છું; નહીં કે જે માના ખોળેથી જ શીખીને આવ્યાનો દંભ સેવી રહ્યા છે તેવાઓને શીખવવા.''

મનના ફોગટ ફાંફાફેરા

ભગવાન એવો છે કે જ્યાંથી કોઇ પણ છૂટો પડી શકતો નથી. અને જેમાંથી છૂટા પડી શકાય તે ભગવાન નથી. માટે એ ભગવાનને શોધી કાઢો જ્યાંથી તમે કોઇ વખત છૂટા પડયા નથી અને છૂટા પડી શકો નહીં. અને પછી માનવમનની મૂર્ખતા પર હસો. અને તેના આ ચિત્રવિચિત્ર ફાંફા ફેરા ! બુધ્ધ તેના પર હજી હસ્યા કરે છેસાંભળો !

વાસ્તવિકતા અને મનની સ્વપ્ન-ભાતો

હંમેશા શું છે વસ્તુ તેજુઓ. તથ્ય ખરેખર જે છે તે. કંઇ પણ આરોપ પણ કરો. તમે સમજાવો નહીં. તમે કોઇ અર્થ ઠોકી બેસાડો નહીં. એટલે તમારા મનને અંદર ઘુસવા દેશો નહીં અને તમે સત્ય જોવાનું શરૂ કરશો. હકીકતે, દરેક મનુષ્ય પોતાની સ્વપ્નસૃષ્ટિમાં જીવે છે અને ધ્યાન પણ આ દુનિયામાંથી આવે છે-આ સ્વપ્નોના આભાસોમાંથી. એક અધ્યાત્મવાદીએ મુલ્લા નસરૂદ્દીનને રસ્તામાં રોકયા. મુલ્લાને અધ્યાત્મવાદના જ્ઞાનમાં કંઇ ભાવ છે તે તપાસવા માટે એક સંજ્ઞા આકાશ તરફ કરી. અધ્યાત્મવાદી આથી એમ કહેવા માગતો હતો કે ''સત્ય એક જ છે જેમાં બધું સમાઇ જાય છે.'' નસરૂદીનના સાથી, એક સામાન્ય જીવે વિચાર્યું, ''અધ્યાત્મવાદી ગાંડો છે. નસરૂદ્ીન શું ઇલાજ લે જો તે જાણવું હું આશ્ચર્ય અનુભુવું છે.'' નસરૂદ્દીને પોતાની થેલીમાં હાથ નાખ્યો અને એક એક દોરડાનું ગુંચળું કાઢી તે સાથીદારને આપ્યું સાથીએ વિચાર્યું ''સરસ, જો હિંસક બનશે તો તેને બાંધીશું''

અધ્યાત્મવાદીએ નસરૂદ્દીન શું કહેવા માગે છે તે જાણ્યું.''સામાન્ય રીતે લોકો સત્ય જાણવા માટે ગેરવાજબી રીતોનો આશરો લે છે; જેવી કેગગનમાં દોરડાથી ચઢવું.'' મુલ્લાએ કંઇ પણ સૂચનો વગર સાથીને દોરડુ આપ્યું તેનાથી તમને સમાધાન કે સંતોષ થશે કે ?

તમે તથ્ય સાથે જ રહો અને તમે ધ્યાનમાં હશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:13 am IST)