વિવિધ વિભાગ
News of Thursday, 31st May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ - ૩૭

ધન હોવાથી કોઇ ધનિક બની શકતું નથી. તો પછી ધન છોડવાથી કોઇ ત્‍યાગી કેવી રીતે બની શકે? એ તો ધનિક હોવાની ભ્રાંતિનો જ વિસ્‍તાર છે.

જયાં સુધી પરાયા વિચારોથી કામ ચલાવવાની વૃત્તિ હોય છેત્‍યાં સુધી પોતાની શકિતના જાગરણનો કોઇ હેતુ જ હોતો નથી.

જડતા અને યાંત્રીકતાની ઉપર ઉઠવાથી જ વાસ્‍તવીક જીવનનો પ્રારંભ થાય છે.

સત્‍યજીવનની પ્રાપ્‍તિ ન થવી, તે જ જીવનનો દુરૂપયોગ છે. એની ઉપબ્‍ધિ જ સદુપયોગ છે. એનો અભાવ પસ્‍તાવાપણું છે. એનું હોવું એ આનંદ છે.

આપણે કંઇક કરી શકીએ તે પહેલા, આપણું અસ્‍તિત્‍વ જાગે તે જરૂરી છે. જે દિવસે જન્‍મ થાય છે, તે દિવસથી જ મૃત્‍યુ શરૂ થઇ જાય છે. તેઆકસ્‍મિક નથી આવતું તે જન્‍મનો જ વિકાસ છે.

જેઓ વાસ્‍તવિક જીવનને પ્રાપ્ત કરવામાં લાગેલા નથી, તેમણે જાણવું જોઇએ કે તેઓ કેવળ મરી રહ્યા છે.

જીવનના બે અંત હોઇ શકે, જીવન અથવા મૃત્‍યુ. કાં તો આપણે બૃહત્તર તથા વિરાટ જીવનમાં પહોંચી શકીએ છીએ અથવા સમાપ્‍ત થઇ શકીએ છીએ.

મનુષ્‍ય, જીવન અને મૃત્‍યુનું મિલન છે.મનુષ્‍ય ચેતના અને જડતાનો સંગમ છ.ે

જ્ઞાનનું પહેલું પગલું સ્‍વ-જ્ઞાનની દિશામાં જ ઉપડવું જોઇએ. કારણ કે જ્ઞાનનું અંતિમ લક્ષ્ય તે જ છ.ે

બંધાવ નહિ, પોતાને બાંધો નહિ. શોધો. શોધવામાં જ સત્‍ય જીવનની પ્રાપ્તિ છે.

આનંદનો અનુભવ પોતાને થાય છે., પ્રેમનો અનુભવ જે નજીક આવે તેને થાય છે.

આત્‍મા આનંદ ઇચ્‍છે છે-પૂર્ણ આનંદ. કારણ કે ત્‍યારે જ બધી ઇચ્‍છાઓનો વિરામ આવે છે. જયાં ઇચ્‍છા છે, ત્‍યાં દુઃખ છે, કારણ ત્‍યાં અભાવ છે.

આત્‍માનું સ્‍વરૂપ જ આનંદ છે.તે એનો કોઇ ગુણ નથી. પણ એનું સ્‍વરૂપ છે.

પાપના માર્ગ પર સફળતા હોય તો માનજો, કે તે ભ્રમ છે. અને સત્‍યના માર્ગ પર નિષ્‍ફળતા હોય તો માનજો કે તે પરીક્ષા છે.

પાપના માર્ગ પર સફળતા અસંભવ છે, અને સત્‍યના માર્ગ પર નિષ્‍ફળતા.

પ્રેમનો અભવ સહુથી મોટી દરિદ્રતા છે.જેની અંદર પ્રેમ નથી તે હીન છે.

શ્વાસ શ્વાસ પ્રેમ વડે પરિપૂર્ણ બને, તેને જ હું સ્‍વર્ગ જાણું છું,

પ્રીત જયારે ભકિત બને છે ત્‍યારે વ્‍યકિત સમષ્‍ટિ બને છે. પરંતુ પ્રીતની ઉર્જાની ભકિત થવાના માર્ગ પર અવરોધો ખૂબજ છે. મુળ સવાલ આ અવરોધોનો છે. તમે સ્‍નેહ, પ્રેમ અને શ્રદ્ધામાંથી પસાર જ થઇ શકતા નથી.

તમારો સ્‍નેહ પણ દોષપૂર્ણ હોય છ.ે તેથી અટક જાય છે. તમારા સ્‍નેહમાં શુધ્‍ધતા નથી હોતી તેથી તે ઉડી નથી શકતો. તમારો સ્‍નેહ કૃપણ હોય છ.ે આ કૃપણતા જ તમારા સ્‍નેહને નુકસાન પહોંચાડે છે. તમારો સ્‍નેહ જેટલો કૃપણ હશે તેટલી જ પ્રેમ બનવાની તેની સંભાવના ઓછી થશે.

આ પ્રમાણે તમારા પ્રેમમાં પણ ખૂબ ઇર્ષા ભરી છેધૃણા ભરી છે. તમારો પ્રેમ પવિત્ર નથી. તમારા પ્રેમની જયોત શુધ્‍ધ નથી. તમારા પ્રેમની અગ્નિમાં ખૂબ ધુમાડો છે. આ કારણે તમે પ્રેમ પર અટકી જાઓ છો. તમે તેમાં ગુંચવાઇ જાઓ છો. તે પછી તમે પ્રેમના તથા કથિત ચકારાવામાં અથડાયા કરો છો અને તેમાં જ નાશ પામો છો. માટે શ્રદ્ધાંનો તો જન્‍મ જ નથી થતો.

 

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર

ગોંડલ રોડ, વિવેકાનંદ 

ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.

સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સ્‍વામિ સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:25 am IST)