વિવિધ વિભાગ
News of Monday, 28th May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

સ્નેહ, પ્રેમ, શ્રદ્ધાં !

શ્રદ્ધા મનુષ્યને રૂપાંતરિત કરે છેઃ પોતાનાથી પારની કક્ષાએ લઇ જાય છે. જેમના જીવનમાં શ્રદ્ધા નથી હોતી તેમના જીવનમાં વિકાસ નથી હોતો.

પ્રીત તત્વની આ ત્રણ સામાન્ય અવસ્થાઓ છે-જયારે આ ત્રણે અવસ્થાઓ સમ્યક બને છે. જયારે આ ત્રણેયમાં તારતમ્ય સંભવે છે જયારે ત્રણેય અવસ્થા છંદોબદ્ધ થાય છેઃ ત્યારે પ્રીતની ચોથી અવસ્થા, પરમ અવસ્થા નિર્મિત થાય છ.ેતેનું નામ છે ભકિત ! ભકિત છે પ્રીતની પરાકાષ્ઠા!

ભકિતનો અર્થ છે-સર્વસ્વ પ્રત્યે પ્રીત, પરમાત્મા પ્રત્યે પ્રીત !

તમારા પ્રશ્ન છે-શું પ્રીતની ઉર્જા સ્નેહ, પ્રેમ અને શ્રદ્ધાંમાંથી પસાર થઇને સ્વાભિવક રીતે જ ભકિતમાં રૂપાંતરિત થાય છે. ? હા.સ્વાભાવિકપણે અને અનિવાર્ય પણે!

જે રીતે બીને જમીનમાં વાવીએ...જો સમ્યક ઋતુ હોય, યોગ્ય ભુમિ હોય, પ્રમાણસર પાણી મળે અને જરૂરી સુર્યપ્રકાશ હોય તો સ્વાભાવિકપણે અને અનિવાર્યપણે બી અંકુરિત થશે.

બી અંકુરિત થયા પછી યોગ્ય વાતાવરણમાં સ્વાભાવિક પણે અને અનિવાર્યપણે વૃક્ષ બનશે. અનેજોવૃક્ષને સમ્યક પોષણ મળે તો એક દિવસ તેમાં ફુલ પણ આવશે.અને ફળ પણ આવશે.

આ બધું સહજતાથી થતું હોય છે.

પ્રિતની ઉર્જા ભકિત બનવી જ જોઇએ. પ્રીત ભકિત બનવા માટે જ જન્મી છે બીજા શબ્દોમાં કહીએ તો દરેક મનુષ્ય ભગવાન થવા માટે જ જનમ્યો છે. મનુષ્યતા, ભગવતતાામં રૂપાંતરિત થવી જ જોઇએ. તે તેનો જન્મજાત આંતરિક સ્વભાવ છે.

એવી તો કઇ વ્યકિત હશે જે પ્રભુતા પામવા ન ઇચ્છતી હોય ? શકય છે કે તેની રીત ખોટી હોય-કોઇ વ્યકિત ધન દ્વારા પ્રભુતા પામવા ઇચ્છતી હોય. જો કેધન મેળવીને પ્રભુતા નથી મળતી છતાં તેની આકાંક્ષા તો સાચી છ. કોઇ વ્યકત પદ પર પહોંચીને પ્રભુતા પામવા ઇચ્છતી હોય. જો કે પદ મેળવીને પ્રભુતા મળતી નથી. તેની દિશા ખોટી છે છતા તેની પ્રેરણા તો સાચી છે

પ્રત્યેક વ્યકિત પ્રભુ થવા ઇચ્છે છે. પ્રભુ થયા વગર શાંતિ નથી. આ કારણે જયારે જયારે તમારી પ્રભુતા પર આઘાત થાય છે. ત્યારે સંતાપ થાય છે. તમને જયારે કોઇ દીન-હીન કરે છે ત્યારે પીંડા થાય છે. તમે પરમ પ્રભુતા ઇચ્છો છો. તમેપરમ સ્વતંત્રતા ઇચ્છો છો. આ જ છે ધર્મની શોધ !

જે મિત્ર શત્રુઓને છુપાવવાનું કામ કરે છે, તે શત્રુથી પણ વધારે શત્રું છે.

સત્ય શબ્દોમાં નથી, સ્વયંમાં છે, અને એને મેળવવા માટે કોઇ તંત્રથી બંધાવાનું નથી.

સ્વતંત્રતા-પૂર્ણ સ્વતંત્રતામાં જ સત્યનો સાક્ષાત્કાર છે.પરશ્રધ્ધાથી જે મુકત થાય છે, તે સ્વતંત્ર બની જાય છે. સત્યને-પોતાના આંતરિક સત્યને-જેણે જાણ્યું નથી તે દરિદ્ર છે.

વસ્ત્ર દીનતાને ઢાંકી દે છે અને વિચાર અજ્ઞાનને. પણ જેમની પાસે ઉંડેથી જોનારી આંખો છે, એમની સમક્ષ વસ્ત્ર દીનતાનું પ્રદર્શન બની જાય છે અને વિચાર અજ્ઞાનનું.

જે વિચાર, જે ભાવ અને જે કર્મ મારા અંતઃસંગીતથી વિપરીત જાય છે, તે પાપ છે, અને જે એને પેદા કરે છે ને સમૃધ્ધ બનાવે છ, એમને હું પુણ્ય તરીકે ઓળખું છું.

વિચાર સદા મૌલિક છે. સ્મૃતિ સદા યાંત્રીક છે.ે

પ્રશ્ન પહેલા જ જેમના ઉત્તર થયલા છે, એમને વિચારવાનું નથી હોતું, માત્ર દોહરાવવાનું હોય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:05 am IST)