વિવિધ વિભાગ
News of Friday, 17th May 2019

રાણપુરમાં મહાત્મા ગાંધી-કસ્તુરબા ઝવેરચંદ- મેઘાણીને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળમાં ભાવાંજલી

રાજકોટ, તા.૧૭: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળની નિયામક મંડળની બેઠક યોજાઈ હતી. આર્થિક અને સામાજિક રીતે વંચિત સમાજની બહેનોને સ્વરોજગારી આપવાનું ઉમદા કાર્ય આ સંસ્થા દ્વારા છેલ્લા ૬૦ વર્ષથી થઈ રહ્યું છે. મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, જૈન મુનિશ્રી સંતબાલજી, રવિશંકર મહારાજ, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, ગુલામ રસૂલ કુરેશી, કાશીબેન મહેતા, સ્વામી જ્ઞાનચંદ્રજી, હરિવલ્લભભાઈ મહેતા, મણિભાઈ પટેલને ઉપસ્થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી.ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભાલ નળકાંઠા પ્રાયોગિક સંદ્ય (ગુંદી આશ્રમ)ના મંત્રી ચંદ્રવદનભાઈ અંબુભાઈ શાહ, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, કારોબારી સભ્યો મનુભાઈ ચાવડા (રાજા), ગગુભા ગોહિલ, ભૂપતભાઈ ધાધલ, કિર્તીદેવ મહેતા, રાજુભાઈ પટેલ, રમેશભાઈ બદ્રેસિયા, કારીગર સભ્યો ગીતાબેન, દિવુબેન, શાંતુબેન, મંત્રી હરદેવસિંહ રાણા, એકાઉન્ટ મેનેજર કલ્પેશભાઈ શાહ, વણાટ સુપરવાઈઝર રમેશભાઈ પરમાર સહિત કર્મચારી-કારીગર ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.      છેલ્લા ત્રણ દાયકાથી ખાદી ક્ષેત્રે કાર્યરત ગોવિંદસંગભાઈ ડાભીએ ખાદી પહેરવા અને ખરીદવા નવી પેઢીને પ્રેરણા આપી હતી. જેમણે આજીવન ખાદી પહેરી હતી તેવા ઝવેરચંદ મેદ્યાણીએ ખાદીનાં પ્રચાર-પ્રસાર માટે રાણપુર સ્થિત 'ફૂલછાબ'કાર્યાલયમાં ખાદી-કેન્દ્ર શરૂ કર્યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે.

(12:48 pm IST)