વિવિધ વિભાગ
News of Thursday, 11th April 2019

યા દેવી સર્વભુતેષુ : શકિતરૂપેણ સંસ્થિતાઃ

મા ગાયત્રીનો મહિમા સર્વત્ર

ચારેય વેદ ગાયત્રી આરાધનાનું પ્રતિપાદન કરે છે. સંધ્યાકાળમાં બ્રહ્માદિક પણ તેમના ધ્યાન સહિત જપ કરે છે.

દેવી ભાગવતમાં બારમાં સ્કંધના આઠમા અધ્યાયમાં ગાયત્રી જપની મહત્તાનું વર્ણન કરવામાં આવ્યું છે.

ગાયત્રી ઉપાસના તો સનાતન છે. ચારેય વેદ તેનુ પ્રતિ પ્રાદન કરે છે. એમ કહેવાય છે કે તેના વિના બ્રાહ્મણનું પતન થઇ જાય છે.

મનુષ્ય માત્ર ગાયત્રી ઉપાસનાથી દ્વિજત્વ પ્રાપ્ત કરે છે. પછી તેને બીજી કોઇ ઉપાસનાની આવશ્યકતા રહેતી નથી. ગાયત્રી ઉપાસના દ્વારા માનવી પોતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે પણ ભલે તે બીજી ઉપાસના કરે કે ન કરે...

જે ગાયત્રીને સારી રીતે જાણીને તેનું ઉચ્ચારણ કરે છે. તે આલોક અને પરલોકમાં બ્રહ્મની આયુજજતાને પ્રાપ્ત કરે છે.

ગાયત્રી જપની ફળશ્રુતિઓનું વર્ણન કરતા કહેવાયું છે કે, ગાયત્રી સાધનાથી મુમુક્ષુઓંને મોક્ષ મળશે.

જયારે શ્રીની કામના કરનારને સંપતિ પ્રાપ્ત થશે યુદ્ધવીરને વિજય અને રોગીઓને નિરોગીતા પ્રતત થશે. વધુમાં કહેવાયું છે કે,

વસીકરણ કરનારને વશીકરણ, વેદાર્થીને વિદ્યા દરિદ્રને ધન, પાપીઓને શાંતિ મળશે.

શાસ્ત્રાર્થીઓને શાસ્ત્ર વિજય, કવિઓને કાવ્યલાભ, ભૂખ્યાને અન્ન, સ્વર્ગના ઇચ્છુકને સ્વર્ગ પુત્રાર્થીને પુત્ર અને શસ્ત્રોથી ડરનારને અભય પ્રાપ્ત થાય છે.

નારદ પુરાણમાં કહેવાયું છે કે, બુદ્ધિમાનો માં શ્રેષ્ઠ પોતાના નિત્ય નિયમિત તમામ કાર્યો કરતા કરતા પ્રણવના ઉચ્ચારણ સહિત ગાયત્રીનો જે વ્યકિત સદા જપ કરે છે. તેને કોઇના ભયની જરૂર નથી.

વેદમાતા ગાયત્રી આયુ. પ્રાણ, શકિત પશુ, કિર્તિ, ધન અને બ્રહ્મતેજને પ્રદાન કરે છે મા ગાયત્રીનો મહિમા સર્વત્ર સદાયને માટે છે.

ઓમ ભૂરભુવહ સ્વ.ઓમ  તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધિ મહિ ધિયોયોનહ ન પ્રચોદયાત !

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:25 am IST)