વિવિધ વિભાગ
News of Thursday, 9th March 2017


સાથી હાથ બઢાના

અકસ્માતથી મો, આંખ અને તાળવુ ગુમાવનાર વૈશાલી પવારને સારવાર માટે મદદની જરૂર

રાજકોટ તા. ૮ : મુળ મહારાષ્ટ્રના અને વર્ષોથી રાજકોટ મેટોડા સ્થાયી થયેલા તેમજ મજુરી કામથી પેટીયુ રડતા મનોહર પવારની પુત્રી વૈશાલી (ઉ.વ.૧૮) ને આઠેક માસ પહેલા એક અકસ્માત નડતા આંખ, મોં, તાળવામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૨ થી ૧૫ નાના મોટા ઓપરેશનો કરાવતા લગભગ રૂ. ૯ લાખ જેટલો ખર્ચ થઇ ગયો છે. હવે મોઢુ ખુલી શકતુ ન હોય તળવાનું ઓપરેશન કરાવવા એવીએસ હોસ્પિટલ હૈદ્રાબાદ ખાતે જવુ પડે તેમ છે. ત્યાંના તબીબોએ રૂ. બે લાખનો ખર્ચ થાય તેમ હોવાનો અભિપ્રાય આપેલ છે. આ ખર્ચને પહોંચી વળાય તેમ ન હોય સમાજના સુખી સંપન્ન લોકો અને દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. વૈશાલી પવારના નામથી તેઓ એકસીસ બેન્ક મેટોડા બ્રાંચમાં ખાતુ ધરાવે છે. ખાતા નં.૯૧૬૦૧૦૦૩૧૫૯૧૫૩૬ છે. (આઇએફએસસી કોડ યુટીઆઇબી ૦૦૦૦૮૦૯ છે. વધુ માહીતી માટે તેમના માતા સુનીતાબેન પવાર (મો.૯૭૨૩૭ ૦૦૭૦૩) અથવા પિતા મનોહરભાઇ પવાર (મો.૮૪૬૯૦ ૬૫૯૮૪) નો અથવા તેમના નિવાસ સ્થાન માઇક્રો ટેક રોલર્સ, પીવીટીએલટી લી., જીઆઇડીસી મેટોડા, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકાય છે.

 

(11:38 am IST)