વિવિધ વિભાગ
News of Thursday, 27th September 2018

ઓશોનો નિરાકારનો આકાર

પ્રશાન્ત પ્રતીક્ષામાં-ઘટના

ધ્યાનમાં મનના ઉપયોગની કે પ્રયત્નની બિલકુલ જરૂર નથી. તે તમારા ઉપર કોઇ પણ પ્રયત્ન વગર ઉંઘની માફક ઉતરી આવે છે. ઉંઘ, માટે તમે કોઇ પ્રયત્ન કરી શકતા નથી; તે પ્રમાણે ધ્યાનમાં પ્રયત્ન કરી શકાય નહિ.ઉલટું દરેક પ્રયત્ન, શાંત અને સરળ અવતરણમાં બાધા કરે. ક્રિયા કે દબાણની તેમાં બિલકુલ જગા જ નથી. અને ક્રિયા હંમેશા દબાણ છે. ધ્યાન એ નિષ્ક્રિય ગ્રાહકતા છે. મન આક્રમક છે. ધ્યાન પ્રશાન્ત પ્રતીક્ષા છે. શૂન્ય થાઓ, પ્રતીક્ષા કરો અને ખુલ્લા અને સંવેદનપ્રધાન રહો. પ્રતીક્ષામાં સાચો ચમત્કાર સંભવે છે. જે ક્ષણે પ્રતીક્ષા પૂર્ણ થાય છે, ત્યારે એ સંભવે છેઃ ''સ્ફોટ''

તત્વજ્ઞાનોની પાસે જવાબ નથી

અધ્યાત્મવાદ તમને પ્રશ્નોમાંથી મુકત ન કરી શકે; ઉલટું તમને તે નવા નવા પ્રશ્નો વધારી દેશે. આ વાત મેં દવાઓ વેચનાર દુકાનદારને ત્યાં સાંભળી છેઃ ''તમને જે પેટન્ટ દવા મેં વેચાતી આપી હતી તેથી તમારી કાકીને આરામ થયો ?''

''ના. દવાની બાટલીની આસપાસ વીંટેલી સમજૂતી વાંચ્યાથી તેમને બીજા બે રોગ વધારે થયા.''

મન નહીં તો બંધન નહિ

બુધ્ધ ભગવાન કહે છેઃ ''જો મન પેદા થતું તો કોઇ પણ ચીજ દોષિત નથી.''

અને આથી વધારે કહેવાનું પણ શું છે ?

આટલું પણ દરેક ચીજને દોષિત ઠેરવવા પુરતું છે!

નહિ ખોવાયેલાની પ્રાપ્તિ

ફુતા શીહ કહે છેઃ હરકોઇ જ્યારે રાત્રે નિદ્રાવશ થાય છે ત્યારે બુધ્ધને ભેટે છે ! દરેક સવારે તે પુનઃ તેમની સાથે જ જાગે છે. ઉઠતાં બેસતાં બંને એક બીજાને અનુસરે છે ને જુવેછે. બોલતાં કે મૌનમાં બંને એક જ જગ્યાએ વસે છે. તેઓ એક ક્ષણ પણ વિખૂટા થતા નથી, પણ દેહ અને તેના પડછાયા જેમ જોડાયેલા છે.બુધ્ધનું રહેઠાણ જાણવું હોય તો જાણો કે તમારા પોતાના ઉચ્ચારાયેલા અવાજમાં તે છે. તમે આ સમજી શકો છો ? અને હમણાં નહિ તો કયારે સમજશો ? અને આ સવાલ તમને પહેલીવાર જ પૂછવામાં આવ્યો નથી. ઘણાઘણા જન્મોમાં ઘણી-ઘણીવાર આ પ્રશ્ન ઉત્પન્ન કરાયો છે અને તમારો જવાબ નથી. હજી પણ વખત પાકયો નથી શું ?

શબાસનમાં પડી રહેવું ધ્યાન છે

ધ્યાન શું છે ? સુ યૂન કહે છેઃ ''ધ્યાન છે પડી રહેવામાં'' પણ પડી રહે શું ? તમારી જાતને પડી રહેવા દો-કારણ તેથી ઓછું કંઇ પણ કામિયાબ થશે. નહીં. તમે કદી મૃત્યુ પામેલા પામેલા માણસની પથારી પાસે ગયા છો? જો તમે તેને લડો તો તે આવેશમાં નહીં આવે અને જો તમે તેને લાકડીથી ફટકારો તો પણ તે લાકડીથી વળતો જવાબ નહીં આપે. તે પણ બધાંની માફક સરખી વસ્તુઓમાં ઓતપ્રોત થઇ મ્હાલતો હતો. તે પણ પ્રતિષ્ઠા અને પૈસાની આકાક્ષાં રાખતો હતો પણ હવે તેને કોઇ પણ જાતની ઇચ્છાની જરાંકે જરૂર નથી. હવે ત ેભેદાભેદ કરતો નથી અને પડી રહી બધું છોડી દીધું છે. જો તમે પણ આ પડી રહેવાની સ્થિતિમાં જીવતાં રહી શકો તો તમે ધ્યાનમાં જ છો.

આઘાત-સ્વતંત્રતા

માટેની યુકિત

એક દિવસ, સૂફી શિક્ષક બહાઉદ્દીન પાસે એક માણસ આવ્યો. એણે પોતાના કોયડા અને માર્ગમાં દોરવણી માટે માગણી કરી. બહાઉદ્દીને તેને આધ્યાત્મિક શાસ્ત્રો ભણવાનું છોડી દેવા અને ત્યાંથી એકદમ ચાલી જવા કહ્યું. એક કરૂણાળુ આગંતુકે બહાઉદ્દીન સામે વિરોધ નોંધાવ્યો. ગુરૂજીએ કહ્યું: ''હાજરાહજુર દાખલો જુઓ''! એ જ વખતે એક પક્ષી ઉડતું ઉડતું ઓરડામાં આવી ભરાયું. કેમ નાસી છૂટવું તે નહીં સમાજવાથી આમ તેમ ધસ્યા કરતું રહ્યું. ઓરડાની જ ઉઘાડી બારીના બારણા પર તે સ્થિર થયું કે તરત જ ગુરૂજીએ તાબોટો પાડયો. ભડકીને પક્ષી સ્વતંત્રતા માટે બારી મારફતે ઉડી ગયું.

''તે પક્ષીને તે અવાજથી એક ધકકો અગર જબ્બર આઘાત લાગ્યો ! ખરૃં કે નહિ ?'' બહાઉદ્દીને પૂછયું.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:47 am IST)