વિવિધ વિભાગ
News of Monday, 17th September 2018

ઓશોનો નિરાકારનો આકાર - ૩

ધ્‍યાન-ધ્‍યાતાવિહોણું

ધ્‍યાનમાં કંઇ નહિ કરવાનો આનંદ લો. ફકત શાન્‍ત નિષ્‍ક્રિયતાની સ્‍થિતિમાં રહો. ત્‍યારે તમે સારા જગત સાથે સંવાદિત હશો. વિચારોના આકાર (શાન્‍ત નિષ્‍ક્રિયતામાં) સહજ ગળી જાય છેકારણ પૂરી નિષ્‍ક્રિયતામાં તે ઉદ્દભવી શકતા નથી. તે સક્રિયતાથી ભરેલા મનનાં રૂપો છે. અને તેઓ સાથે અહંકાર નાબૂદ થાય છે, કારણ મન, વિચારોના હોય તો ટકી શકતું નથી. અહંકાર એટલે સદા ચક્કર ખાતા વિચારોનું કેન્‍દ્ર બિન્‍દુ. નિષ્‍ક્રિય રહો; એટલે કે શૂન્‍ય' એવી પરમ સ્‍થિતિમાં રહો અને ધ્‍યાન એટલું ઉંડું જાય છે કે જ્‍યાં ધ્‍યાન કરનાર હોતો નથી. યાદ રાખો કે ફકત જ્‍યાં ધ્‍યાન કરનાર નથી ત્‍યાં જ ધ્‍યાન ઉપલબ્‍ધ થાય છે. તમે ધ્‍યાન-કર્તા હો તો ત્‍યાં ધ્‍યાન નથી. અને જ્‍યારે ધ્‍યાન છે ત્‍યારે ત્‍યાં કરનાર નથી.

સજગતામાં વિધાયક વિકાસ

સાચી વાત તો એ છે કે તમારા વિચારો અથવા ઇચ્‍છાઓ અગર ભાવો સાથે લડો નહિ. કારણ કે તે નકારાત્‍મક રીત છે અને નકારાત્‍મક રીત તમને મદદના કરી શકે. ખરી વાત તો એ છે કે તમારે ધ્‍યાનમાં-જાગૃતિમાં ખિલવાનું છે, ત્‍યારે તમે કોઇ પણ ઝઘડા વગર જીતી જાવ છો અને લડીે જીતવામાં સાચી જીત નથી કારણ કે જેને દબાવવામાં આવ્‍યું છે. તેને ફરી દબાવ્‍યા કરવું પડશે. ઝઘડો કરતા રહેવાથી ઝઘડાનો અંત આવતો નથી અને ઝઘડા મારફત વધુ ઝઘડો જન્‍મે છ.ે પણ, એવીયે જીત છે જેમાં કોઇ લડવાડ નથી, ઝઘડો અગર દબાવ નથી તે જીત જાગૃતિમાંના ખરા વિકાસથી આવે છે. તમે તમારી જાત સાથે ઝઘડો નહીં પણ જાગૃતિમાં ઉછરો, અને સમજો અને શાંત રહો. અને જે કાંઇ નકારાત્‍મકતા અને રોગ તમારામાં હશે તે પોતાની મેળે કરમાઇ વિલય પામશે.

સુઝૂકી એક વાર્તા કહે છે

‘‘ચી હસીંગ ઝુ એક લડાયક કુકડો પોતાના માલિક માટે ઉછેરતો હતો. દસ દિવસ વીત્‍ય, અને માલિકે પૂછયું, કુકડો તૈયાર?'' ચી ઉત્તર આપે છે ના સાહેબ, તે તૈયાર નથી થયો તે હજુ મગરૂર અને ગુસ્‍સાથી ભરપૂર છે.'

બીજા દસ દિવસ વીત્‍યા અને રાજકુમારે કુકડા બાબત પૂછયું ચી બોલ્‍યોઃ હજી તૈયાર નથી થયો, સાહેબ, તે જયારે બીજા કુકડાનો પડછાયો કે અવાજ સાંભળે છે ત્‍યારે સાવધાન રહે છે. ફરી બીજા દસ દિવસ ગુજર્યા અને જ્‍યારે રાજકુમાર તરફથી પુછપરછ થઇ, ચીએ જવાબ આપ્‍યો હજી પુરો તૈયાર નથી, સાહેબ, તેની લડવાની લાગણી હજી તેની અંદર ધુંધવાયા કરે છે તે કયારે જાગી ઉઠે એ કહેવાય નહી' ‘‘જયારે બીજા દસ દિવસ ગયા અને જ્‍યારે પુછપુરછ થઇ ત્‍યારે ચી બોલ્‍યોઃ તે હવે લગભગ તૈયાર છે. જ્‍યારે બીજા કુકડાને અવાજ કરતો સાંભળે છે ત્‍યારે કંઇ ચંચળતા બતાવતો નથી. તે હવે હકારાત્‍મક છે. તેની સુક્ષ્મ આંતર-સાવધાનતા પૂર્ણ જાગૃત છ. હવે તે લાકડાના બનાવેલા કુકડાના જેવો દેખાય છે-કારણ કે તે એવો શાંત અને મૌન છ.ે એના બધા ગુણો એકરસ થઇ ગયા છ.ેકાઇ કુકડો તેની બરાબરી ન કરી શકે અને જીવતા માટે તેને બીજાની સાથે લડવું નહિ પડે કારણ કે તેન ેજોઇને જ તેઓ નાસી જશે. તેઓ હવે તેના સામું પણ જોઇ શકશે નહીં.''

અને ખરેખર આવું પુરવાર થયું. તે બિલકુલ લડયા વગર જીતી ગયો, અને હું કહું છું કે તમે પણ તમારી જાત સાથે આ પ્રમાણે કરી શકો. ચી

 સ્‍વામિ સત્‍ય પ્રકાશ

ભાષાંતર ભત્‍વના

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:32 am IST)