વિવિધ વિભાગ
News of Tuesday, 21st August 2018

પવિત્ર શ્રાવણ માસ

પરમાત્માની અરાધાના જ શ્રેયષ્કર દેવાધિદેવ મહાદેવ ઐશ્ચર્યવાળા

દેવાધી દેવ  મહાદેવનું પુરાણ પ્રસિધ્ધ સગુણ રૂપ કેવુંં છે? હે ! મહાદેવ તમારા કુટુંબનું ભરણ પોષણ કરવાનું સાધન તો માત્ર પોઠીયો, ખડાંગ, ફરશી, મૃગચર્મ, ભસ્મ, સર્પો અને ખોપરીઓ આટલું જ છે.

છતા દેવો તો આપની ભ્રુકુટીના ઇશારાથી અપાયેલી તેતે સમૃધિને ધારણ કરે છે.

ખરેખર ! વિષયોરૂપી ઝાંઝવાનું જળ પોતાના આત્મામાં જ આનંદ માણનાર યોગીને ભમાવી શકતુ નથી.

માત્ર સાત વસ્તુથી જ જેની ઘરવખરી પરીપુર્ણ થઇ જાય છે એવા દરિદ્રીદેવનું આરાધના કરવાથી શું વળવાનું છે? એમ કોઇ કહે તો તેના ઉતરમાં કહેવાયું છે કે હે ભગવાન આપ પોતે ભલે દરીદ્રી વેશમાં હો. પરંતુ સર્વે દેવોને તો અસાધારણ સંપતિ પ્રાપ્ત થયેલી છે અને તે કેવળ આપની જ કૃપાનું ફળ છે. વળી ઇન્દ્રાણી દેવતા જે અલૌકીક તે જ અને આશ્ચર્ય ભોગવે છે. તે પણ આપની સેવાનું જ ફળ છે.

માટે આપ દરીદ્રી નથી પણ મહાન વિભુતીવાળાં દેવાધીદેવ છો.

કારણ કે જે બીજાને ધનવાન અને સામર્થ્યવાન બનાવે છે. તે પોતે જ અધિક ધનવાન અને સામર્થ્યયુકત હોય છે એવો જગતનો અનુભવ છે.

જો દેવાધીદેવ મહાદેવ આવા અતિશય ઐશ્ચર્યવાળા છે તો પછી તેમની ઘરવખરી આવી તુચ્છ કેમ? એમા કોઇને શંકા થાય.

પરંતુ જે સચ્ચિદાનંદ સ્વરૂપ હોય પોતાના આનંદમાં મગ્ન હોય તેને શબ્દાદી વિષયોની મિથ્યા ઇચ્છા કહી લોભાવી શકતી નથી. જેમ ખારવાળી જમીનમાં જયા પાણીનું નામ હોતું નથી ત્યાં સુર્યના કિરણોને લીધે ભુમી તપવાથી જળ ભર્યુ હોય એવો ભાસ થાય છે અને પાણી પીવાની ઇચ્છાથી તે તરફ દોડી ગયેલા મૃગલા છેતરાય છે.

તેમ વાસ્તવિક રીતે જોતા વિષયો મિથ્યા હોય અત્યંત દુઃખ આપનારા અને મનુષ્યને ફસાવનારા છે.

પરંતુ નિજાનંદી પુરૂષો તેને વિષરૂપ જાણી દુરથી જ તજી દે છે આ પ્રમાણે માનવી પણ આત્માનંદમાં મગ્ન બની વિષયોથી છેતરાતો નથી.

સત્ય છે કે આત્માનંદમાં જ રમી રહેલા દેવાધીદેવ મહાદેવને વિષયરૂપી ઝાંઝવાનું જળ લોભાવી શકે જ નહી તેઓ તો વિશેષ પરીવાર કે આડંબરનો સ્વીકાર કર્યા વગર જ નંદી ભસ્મ અજીન વગેરે અલ્પ સાધનોથી સંતુષ્ઠ રહેનારા છે જેથી એવા વૃષવાહન પરમાત્માની આરાધના જ શ્રેય સ્કર છે.

ઓમ શિવ ઓમ શિવ પરાત્પરા શિવ ઓમકારેશ્વર તવ શરણમ

હે શિવશંકર ભવાની શંકર, ઉમા મહેશ્વર તવ શરણમ ઓમ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:14 am IST)