વિવિધ વિભાગ
News of Monday, 19th August 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 ઘર

''જયાં સુધી આપણને વાસ્તવિક દ્યર નહીં મળે આપણે સતત ભ્રમણ કરતા રહેવું પડશે આપણે સતત પ્રવાસ કરતા રહેવું પડશે અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વાસ્તવિક ઘર વધારે દૂર નથી''

 આપણે ઘણા ઘરો બનાવીએ છીએ પરંતુ વાસ્તવિક ઘર તરફ કયારેય જોતાં જ નથી. આપણો બનાવેલા દ્યરો નિયમ વગરના છે તેઓ રેતના મહેલ જેવા અથવા તો પત્તાઓથી બનાવેલ મહેલ જેવા છે ફકત રમવા માટે ના રમકડાઓ તેવો વાસ્તવિક દ્યર નથી કારણ કે મોત તે બધાને નાશ કરી દે છે વાસ્તવિક એને કહેવાય છે કે જે શાશ્વત છે પરમાત્મા જ શાશ્વત છે બાકી બધું અલ્પકાલીન છે શરીર અલ્પકાલીન છે મન અલ્પકાલીન છે પૈસા સતા નામ બધું જ અલ્પકાલીન છે આ બધી વસ્તુઓમાં તમારું દ્યર નહીં બનાવો હું આ વસ્તુઓનો વિરોધી નથી તેઓને ઉપયોગ કરો પરંતુ યાદ રાખો કે તેઓ અલ્પકાલીન છે રાતવાસો કરવા માટે તે બરાબર છે પરંતુ સવારે આપણે જવું જ પડશે

આપણે આપણું વાસ્તવિક દ્યર સતત ચુકી રહ્યા છીએ કારણ કે તે ખૂબ જ નજીક છે તે નજીક જ નથી પરંતુ આપણી અંદર જ જે તમારી અંદર શોધો જેવો અંદર ગયા છે તેઓ તેઓને હંમેશા તે મળ્યુ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:07 am IST)