વિવિધ વિભાગ
News of Thursday, 8th August 2019

શ્રાવણ સત્સંગ

વિશ્વેશ્વર જયોતિર્લિંગ શ્રદ્ઘા અને આસ્થાનું કેન્દ્ર કલાકૃતિના અદભૂત દર્શન સમુ કાશી

હે મૃત્યુંજય કૈલાશેશ્વર શ્યામ સદા શીેવ તવ શરણમ  હે જગદીશ પિનાકી મહેશ્વર શિવ ગંગાધર તવ શરણમ કૈલાશવાસી રુદ્ર ગિરીશ પાર્વતીપતિ ઁ તવ શરણમ્ ઁ

ઉત્ત્।ર ભારતનું મહાતિર્થ  વારાણસી જેને કાશી પણ કહેવામાં આવે છે અને બનારસ પણ કહેવાય છે પવિત્ર ગંગા નદીના કિનારે આ શહેર છે અહીં બાર જયોતિર્લિંગમાંનું એક વિશ્વેશ્વર મહાદેવનું જયોતિર્લિંગ ભકતજનો માટે આસ્થા શ્રધ્ધા અને આધ્યાત્મનુંમહા કેન્દ્ર છે

કાશી વારાણસી બનારસ બહુ પુરાણું નગર છે એમ કહેવાય છે કે આજથી ૫૦૦૦ વર્ષ પુરાણું મનાય છે અને જયારે પૃથ્વીનું નિર્માણ વર્ષ પુરાણ મનાય છે અને જયારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણ આ સ્થાને પડતું હતું અને ત્યારથી સંસ્કૃતિ જ્ઞાન આધ્યાત્મ ભકિત અને શ્રદ્ઘા નો મુખ્ય કેન્દ્ર સમૂં છે

વિશ્વનાથ જયોતિર્લિંગ તીર્થ પાંચ હજાર  વર્ષ પુરાણું હોવાનું મનાય છે મંદિરની ઉત્ત્।ર દિશામાં જગવિખ્યાત જ્ઞાનવાણી નામનો કૂવો છે મંદિરમાં મંડપ છે સુંદર કોતરણી વાળા સ્તંભો છે સુંદર ગર્ભગૃહ છેએમ મનાય છે કે આજનું શિવલિંગ એક વખતના ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ એ તૈયાર કરાવી તેની  પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી અને પોતાની આસ્થા ભકિતભાવના પ્રદર્શિત કરી હતી

કાશીમાં દશશ્વમેઘ ઘાટ, મણિકર્ણિકા દ્યાટ કેદાર દ્યાટ વગેરે છે.અહીં અન્નપૂર્ણા મંદિર કાલભૈરવ મંદિર પણ છે એમ મનાય છે કે કાલભૈરવને તો કાશીના કોતવાલ કહેવામાં આવે છે તેમના દર્શન વિના કાશી યાત્રા અધૂરી ગણાય છે કલાત્મક દ્યાટ મકાનો હવેલીઓ મંદિરો શિલ્પકલાથીછલકાય છે

કલાકૃતીના અદભુત દર્શન રૂપી ે સુંદર કલાત્મક બનારસી સાડી વિશ્વવિખ્યાત છે

જયોતિર્લિંગ વિશ્વનાથ મહાદેવની પૂજા ગાયનું દૂધ સાકર મધ દહીં અને ગાયના દ્યીથી કરવામાં આવે છે મહાદેવજી પર રોજ આ રીતે અભિષેક કરવામાં આવે છે ધતુરાના  ફૂલ દ્વારા શિવલિંગની શોભામાં ઉમેરો કરવામાં આવે છે તો બિલિપત્ર પણ શિવલિંગ પર ચડાવવામાં આવે છે સવારે ભોજન થાળ સમયે અને સંધ્યા સમયે મહાદેવજીની ખાસ આરતી થાય છે આ ભવ્ય આરતી ઉપરાંત ગંગા આરતી પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે

બનારસ ઘરાને  શાસ્ત્રીય સંગીત કહેવામાં આવે છે માનવીના જીવન મન તથા અંતઃકરણ પવિત્ર હોય તો તેના વિચાર બળવાન બને છે તેનો તેજ તેની વાણીમાં પ્રગટ થાય છે

આધ્યાત્મિક સાધનો દ્વારા માનવીનું મન પવિત્ર અને પ્રકાશમય બને છે આપણા ઋષિમુનિઓએ ઉત્કૃષ્ટ ચિંતન કરીને જે જ્ઞાન મેળવ્યું હતું તે વેદો અને ઉપનિષદોમાં મંત્રોના રૂપમાં સંગ્રહિત થયું તુલસીદાસ સૂરદાસ જેવા મહાન ભકત કવિઓ ઉત્કૃષ્ટ ચિંતનના પ્રભાવે જ થયા

 ભોળાનાથ મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરવાથી સર્વ કામના પૂરી થાય છે

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:18 am IST)