વિવિધ વિભાગ
News of Monday, 5th August 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ટાળવુ

''જીવન ટુકુ છે અને શીખવા માટે બધુ છે. જે લોકો ટાળતા જાય છે. તે ગુમાવતા જાય છે.''

તમારી જાતને સતત પુછો કે તમે વધારે અને વધારે આનંદિત અવસ્થામાં જઇ રહ્યા છો કે નહી જો તમે સાચા રસ્તા તરફ ઉપર છો તેમા વધારે ઉંડા જાઓ તેને વધારે મેળવો અને જો તમે દુખ અનુભવો છો તો જુઓ કયાક તમે રસ્તો ચુકી ગયા છો - ખરાબ રસ્તે જઇ રહ્યા છો તમે કોઇ વસ્તુ દરા વિચલીત થઇ ગયા છે. તમે સહજ નથી, તમે સહજતાથી દુર થઇ ગયા છો તેથી જ દુઃખ છે જુઓ વિશ્લેષણ કરો અને જે કોઇપણ તમને દુઃખનુ કારણ મળે તેને છોડી દો અને કાલ ઉપર ટાળો નહી , તરત જ છોડી દો.

જીવન ટુકુ છે. અને શીખવા માટે ઘણુ બધુ છે. જે લોકો ટાળતા જાય છે. તે ગુમાવતા જાય છે. આજે તમે આવતીકાલ માટે ટાળો છો અને આવતીકાલે  ફરીથી ટાળો ધીમે ધીમે ટાળવુ એ તમારી આદત બની જશે. અને હંમેશા આજનો દિવસ જ તમારા હાથમાં છે. આવતીકાલ કયારેય આવતી નથી. તેથી તમે હંમેશાને માટે ટાળતા જાવ છો  જ્યારે પણ તમે જુઓ છો કે કોઇક વસ્તુ દુઃખ ઉત્પન કરે છે. તેને ત્યા જ છોડી દો - એક ક્ષણ માટે પણ તેને પકડી ના રાખો આ કિંમત છે. જીવવાની હિંમત, જોખમ લેવાની હિંમત સાહસ કરવાની હિંમત અને જે લોકો હિંમતવાન છે. તેઓને એક દિવસ અસ્તીત્વ દ્વારા પ્રકાશ દ્વારા પ્રેમ દ્વારા આનંદ અને આશીર્વાદથી સમ્માનીત કરવામાં આવે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:44 am IST)