વિવિધ વિભાગ
News of Monday, 28th December 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

શાસ્ત્ર

''દુનીયામાં ઘણાબધા મુલ્યવાન શાસ્ત્રો અને વીચાર ધારાઓ છે પરંતુ તે બધા જ કચરો છે ! તેઓ ફકત મુર્ખ લોકોને બાંધવા માટે અસ્તીત્વ ધરાવે છે તેઓ સાચા ખીજીઓ માટે નથી.''

હું જે કહી રહ્યો છુ તે નવુ , તાજુ અને જીવંત છે તે બીલકુલ-રૂઢીગત નથી આ એક અલગ જ ઘટના છે કારણ કે જે શાસ્ત્રો ત્રણ હજાર વર્ષ પહેલા લખાયેલા હતા તે ત્યારના લોકોને ધ્યાનમાં રાખીને લખવામાંં આવ્યા હતા તે વીચારસરણી દુનીયામાં અત્યારે કયાય નથી. હુ જેમ તમને જવાબ આપુ છું તેમ તે શાસ્ત્રો ત્યારના લોકોને જવાબ આપતા હતા તે શાસ્ત્રો તમારા માટે લખાયેલા નથી. શાસ્ત્રો અને તમારી વચ્ચે બે, ત્રણ કે પાંચ હજાર વર્ષનો સમય છેતેઓ બીલકુલ અસંબંધીત છે. તેના ઉપર આધાર રાખવો એટલું જ નીરર્થક છે જેટલું કોઇ ભૌતીક શાસ્ત્રનો અભ્યાસ કરતો વીદ્યાર્થી ન્યુટન પાસે અટકી જાય અને કયારેય આલ્બર્ટ આઇનસ્ટાઇન સુધીના પહોંચે.

પરંતુ શાસ્ત્રો લોકોને જવાબ નથી આપી શકતા તેનો વીકસી નથી સકતા તેથી જુના દિવસોમાં ઘણા ગુરૂઓ એવો આગ્રહ રાખતા હતા કે તેઓના જ્ઞાનને લખવામાંં ના આવે જેથી તેનો વિકાસ થતો રહે. ગુરૂ તેમનો સંદેશ તેમના શીષ્યોને આપે  છે અને શીષ્યો અલગજ દુનીયામાં રહે છે ગુરૂઓ જતા રહે છે. અને શીષ્યો પોતાની રીતે બીજા લોકોને સમજાવે છેતેઓ ઘણા બધા ફેરફાર કરે છે. કારણ કે લોકો બદલાઇ ગયા છે પરીસ્થિતીઓ બદલાઇ ગઇ છે. પરંતુ એકવાર તમે જો પુસ્તક લખો તો તે જડ થઇ જાય છે કોઇ તેને બદલી નથી શકતું અને જો કોઇ તેમ કરે છે  પુસ્તકને અનુસરવા વાળા લોકોને ખુબજ ગુસ્સે થાય છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:39 am IST)