વિવિધ વિભાગ
News of Monday, 7th December 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

દુઃખી થવુ

''લાખો લોકોએ સંવેદનશીલતા થવાનું નકકી કર્યું છે. તેઓએ તેમની આજુબાજુ એવી જાડી ચામડી બનાવી લીધી છે કે કોઇથી દુઃખી ના થઇ શકે પરંતુ તેની મોટી કિમત ચુકવવી પડશે કોઇ- તેમને દુઃખી નહી કરી શકે પરંતુ કોઇ તેમને સુખી પણ નહી કરી શકે.''

જયારેતમે ખૂલીને જીવવાની શરૂઆત કરશો ત્યારે બંને વસ્તુ બનશે. કયારેક વાદળા પણ છવાશે અને કયારેક સુર્ય પણ નીકળશે પરંતુ જો તમે તમારી ગુફામાં પુરાયેલા રહેશો તો વાદળ પણ નહી દેખાય અને સુર્ય પણ નહી બહાર આવવુ સારૂ છે, સુર્ય સાથે નાચવા માટે અને હા, કયારેક વાદળાઓ સાથે ગમગીની પણ અનુભવશો અને કયારેક પવન પણ ફુંકાશે જયારે તમે ગુફાની બહાર આવશો બધી જ વસ્તુઓ શકય બનશે અને એક વસ્તુએ પણ બની શકે છે કે લોકો તમને દુઃખી કરે...પરંતુ તે ઘણી બધી વસ્તુઓમાંથી એક છો.

તેના વીશે બહુ નહી વિચારો નહીતર ફરીથી તમે તમારી જાતને બંધ કરી દેશો હજારો શકયતાઓ છે. તેના વિશે પણ વીચારો તમે વધારે ખુશ થઇ શકો છો તમે વધારે પ્રેમાળ બની શકો છો તમે હસવા માટે કિતીમાન બનશો તમે ઉત્સવ મનાવવા માટે શકિતમાન બનશો એક હજાર અને એક શકયતાઓ છે શા માટે એકને જ પસંદ કરવી?

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:40 am IST)