વિવિધ વિભાગ
News of Thursday, 19th November 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ગમા-અણગમાઓ

''જે દીવસે તમે એવુ નકકી કરશો કે તમને જે ગમતી વસ્તુઓ હોય તેની તમે માંગણી નહી કરો પરંતુ જે વસ્તુઓ તમને મળશે તેને તમે પસંદ કરશો, એ દીવસે તમે પરીપકવ બની જશો''

આપણે હમેશા આપણને જે ગમતું હોય તેની માગણી કરી શકીએ પરંતુ તે તમને હમેશા હતાશ બનાવશે કારણ કે દુનીયા-તમારા ગમ-અણગમા ઉપર નથી ચાલતી એવી કોઇ બાંહેધરી નથી કેતમે જે ઇચ્છો છો જીવન તે જ ઇચ્છે છે. કોઇ બાંહેધરી નથી એવી શકયતા હંમેશા રહેલી છે કે જીવન તમને એ બાજુ ધકેલે જેના વીશે તમે કઇ પણ જાણતા નથી.

જયારે કયારેક તમને ગમતી વસ્તુઓ બને ત્યારે પણ તમે બહુ ખુશ થતા નથી કારણ કે આપણે કલ્પનાની દુનીયામાં જીવીએ છીએ તેથી જે મળે છે તે જુનુ થઇ જાય છે જો તમે એવું કહો કે કોઇ ચોકકસ વ્યકિતને તમે પ્રેમી તરીકે પસંદ કરો, તો ઘણા-સ્વપ્નોમાં અને કલ્પનાઓમાં તમે તે વ્યકિતને પ્રેમ કરી -ચુકયા છો અને જો તે બને તો વાસ્તવીક વ્યકિત તમારી- કલ્પનાઓ કરતા ટુંકો પડશે કારણ કે વાસ્તીકતા કલ્પના જેટલી સુંદર નથી હોતી પછી તમે હતાશ થશે.

પરંતુ તમે જો જે કઇપણ બની રહ્યું છે તેને પસંદ કરવાની શરૂઆત કરશો-જો તમે સમગ્રની વીરોધમાં તમારી ઇચ્છા નહી મુકો જો તમે ફકત કહેશો કે બરાબર છે. - જે કઇપણ બની રહ્યું છે, તો પછી તમે કયારેય હતાશ ના થઇ શકો...કારણ કે જે-કઇપણ બને તમે હમેશા હકારાત્મક અભીગમ રાખો છો, તેને- પામવા માટે તૈયાર છો અને તેને માણો છો

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(9:27 am IST)