વિવિધ વિભાગ
News of Saturday, 10th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

સંકટોનો સામનો કરવા પ્રેરણા આપે ભગવત ગીતા

ભવગાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો, ભગવતગીતાએ એક અદ્દભૂત ગ્રંથ છે. જ્ઞાનનો અદ્દભૂત ભંડાર છે.

ગીતા કહે છે, જીવન રડવા માટે નહી ભાગી જવા માટે નહી, પરંતુ હસવા અને ખેલવા માટે  છે આ આપણને સંકટોમાં તેનો સામનો કરવાની પ્રેરણા આપેછે.

આપણે દરેક કામમાં પરિણામ માગીએ છીએ પરંતુ પરમકૃપાળુ પરમાત્મા કહે છે કે, ધૈર્ય વગર અજ્ઞાન, દુઃખ, મોહ, ક્રોધ અને લોભથી નિવૃતિ મળશે નહી.

ગીતા માનવ માત્રને જીવનમાં પ્રતિક્ષણ આપતા નાનામોટા, વિધ્નોનો હિંમતપૂર્વક સામનો કરવાની  શકિત આપે છે.

ભગવતગીતા એક દિવ્ય ગ્રંથ છે તે જીવનને ધન્ય બનાવે છે તે આપણને પલાયનથી પુરૂષાર્થ તરફ આગળ વધવાની પ્રેરણા આપે છે. હિન્દુઓનો પવિત્ર ગ્રંથ છે ભગવત ગીતાના ૧૮ અધ્યાય છે અને મહાભારતનું યુદ્ધ પણ ૧૮ દિવસ ચાલ્યું હતુ.

કર્તવ્યને જ ધર્મ કહેવામાં આવ્યો છે. પરમાત્મા કહે છે કે તમે તમારૂ કામ પૂર્ણ કરો તેના લાભ કે નુકસાનની પરવા કરો નહી.

ગીતાના સાતસો શ્લોકોમાં દરેક સમસ્યાનું સમાધાન મળે છે તે એક માત્ર ધર્મગ્રંથ જ નહી એક અનુપમ જીવન ગ્રંથ છે.

જીવનના ઉત્થાન માટે તેના સ્વાધ્યાય દરેક વ્યકિતએ કરવા જોઇએ.

પ્રભુએ અર્જુનને નિમિત્ત બનાવીને ગીતાના જ્ઞાન દ્વારા વિશ્વના માનવીને પુરૂષાર્થ કરવાની પ્રેરણા આપી છે. ગીતા પાઠ કરવાથી પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે. જીવનની મોટામા મોટી પરેશાની પણ વ્યકિતને તેના આ કર્તવ્યપથ પરથી વિચલીત કરી શકતી નથી.

ગીતાનો અભ્યાર્સ સંસારનું સત્ય જાણી લીધા બાદ પથભ્રષ્ટ થતો નથી.

ભગવત્ ગીતાનો અણમોલ વિચાર દરેકને એક સમાનરૂપ જોવા -જે વ્યકિત પ્રેમ પૂર્વક આરાધના કરે છે તેમારા અંતરમાંં રહે છે.

જન્મ લેવાવાળાનું મૃત્યુ નિશ્ચિત છે  માટે શોક કરો નહી.

જે માનવી પોતાના મનને નિમંત્રણમાં રાખે નહી તે શત્રુ સમાન કાર્ય કરે છે. પ્રભુ કહે છે તું મારામાં સમર્પિત થઇ જા હું તને તારા બધા પાપોમાંથી મુકત કરીશ.

જયશ્રીકૃષ્ણ....

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:20 am IST)