વિવિધ વિભાગ
News of Monday, 28th January 2019

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

એક નાના ગામમાં અમે હતાં.-ઘણાં લોકો મળવા આવ્યા. તેમના જુદા જુદા પ્રશ્નો છે પણ પ્યાસ બધાની એક જ છે. બધા જીવનનો અર્થ જાણવા માગે છે. જે છે તે જીવન વ્યર્થ લાગે છે.

આચાર્યશ્રીએ કહ્યું'' આપણે જેટલો અર્થ જીવનમાં રેડીએ તેટલો રહે છ.ે અર્થ નથી તે બનાવવો પડેછે. જે નિષ્ક્રિય રહી અર્થ મેળવવા ઇચ્છે છે તેને નહીં મળે. તેની ઇચ્છા પુરી નહીં થાય. જીવનની સાર્થકતા નિષ્ક્રિય પ્રાપ્તિ નથી. પણ સૃજનાત્મક શ્રમનું પરિણામ છે. તેઓમાં એક મૂર્તિકાર છે તેણે કહ્યું કે ''હું મૂર્તિઓ બનાવું છું. સૃર્જન કરૃં છું. છતાં કોઇ ઉંડો સંતોષ અનુભવતો નથી. શું કરૃં?''

આચાર્યશ્રીએ તેને બારીકાઇથી જોઇને કહ્યું, ''વસ્તુઓનુંનિર્માણ સૃજન નથી. વાસ્તવિક સજન પોતાનું સૃજન છે. પત્થરને મૂર્તિમાં બદલવો એ પોતાને દિવ્યતામાં બદલવા કરતાં ઘણું સહેલું છે. પત્થર કરતાં કયાંય કઠોર પોતાનું વ્યકિતત્વ છે. પત્થર એથી કાંઇ વધુ કઠણ નથી.

''આ પોતાના પત્થરને આકાર આપવો એ સાચું સૃર્જન છે સંતોષ તેમાંથી મશળે. આનંદ એમાંથી વહે છ.ે પૂછો છો 'હું શું કરૃં?' આ સ્વયંના પત્થર પર પ્રયોગ કરો. મૂર્તિઓ ખૂબ બનાવી. હવે પોતાને બનાવો. કવિ શબ્દોમાં સૌન્દર્ય મૂકે છ.ે ચિત્રકાર રંગોને સજીવ કરે છ.ે મૂર્તિકાર પત્થરમાં પ્રાણપ્રતિષ્ઠા કરે છે. પણ જે પોતાને સૌન્દર્ય અને જીવન આપવામાં સફળ થાય છે તેથી મોટો સર્જક બીજો કોઇ નથી. જીવન કરતા મોટી બીજી કોઇ કળા નથી.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:03 am IST)