વિવિધ વિભાગ
News of Thursday, 5th September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 નિષ્ફળતા

'' તમે નિષ્ફળ થઈ જ ના શકો જીવન નિષ્ફળતાને - પરવાનગી આપતું નથી કોઈ ધ્યેથી ન હોવાને લીધે તમે કયારેય હતાશ પણ થતા નથી

 તમે હતાશા અનુભવો છો કારણકે તમે એક માનસિક ધ્યેયે જીવન ઉપર થોપેલો છે . જે સમયે તમે તમારા ધ્યેય સુધી પહોંચો છો ,જીવન તેને છોડી ચૂકયુ હોય છ.ે ફકત મૃત આદર્શો અને ધ્યેયો બચેલા રહે છે. અને તમે ફરીથી હતાશ થાવ છો . હતાશા તમારા દ્વારા ઉત્પન્ન કરાયેલ છે

એકવાર તમે સમજશો કે જીવનને કયારેય ધ્યેયથી બાંધી ન શકાય પછી જો તમે કાંઈ પણ જાતના ડર વગર બધી જ દિશામાં જઈ શકો છો કારણ કે કોઈ નિષ્ફળતા નથી અને કોઈ સફળતા પણ નથી - અને તેથી જ કોઈ હતાશા પણ નથી  તેથી દરેક પળ પોતાનામાં જ એક પળ બની જશે.  એવું નથી કે તે કયાંય લઈ જાય છે એવું નથી કે તેનો ઉપયોગ કોઈ અંત સુધી પહોંચવા માટે થઈ રહ્યો  છ.-ે જેનું આંતરિક મૂલ્ય છે દરેક પળ એક કિંમતી રત્ન છે અને તમે એક રત્નથી બીજા રત્નો ઉપર જાઓ છો.ં પરંતુ અહીં કોઈ અંતિમતા નથી જીવન જીવંત બની રહે છ.ે ત્યાં કોઈ મૃત્યુ નથી અંતિમતા  મૃત્યુ છે ,સંપૂર્ણતા મૃત્યુ છે, ધ્યેય  સુધી પહોંચવાનો મતલબ મૃત્યુ છે . જીવન મૃત્યુ ને જાણતા નથી - તે સતત તેનું સ્વરૂપ અને આકાર પરિવર્તિત કરતું રહે છે તે અનંત છે પરંતુ કોઈ ધ્યેય માટે નહીં.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:03 am IST)