વિવિધ વિભાગ
News of Monday, 25th June 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

જે આકાંક્ષાથી પીડાતો નથી તે અંધકારમાં જ પડયો રહે છે.

જ્યાં ચિત્ત પરિગ્રહથી ઘેરાયેલું રહે છ ત્યાં પ્રેમ આવાસ કરતો નથી.

જયાં મન શાંત છે ત્યાં જ મનનું મૂળ છે. આ મૂળને જે પકડી લે છેએનો સ્વયંમાં પ્રવેશ થાય છે. સ્વયંમાં પ્રવેશ પામવોએ સત્યને પામવા બરાબર છે.

પોતાના સ્વપ્નોનું નિરીક્ષણ કરો અને એમનું વિશ્લેષણ કરો. કારણ કે આવતી કાલે તમે જે થશો અથવા હશો એમાં ભવિષ્યવાણી જરૂર છુપાયેલી છે.

જેના હૃદયમાં પ્રેમ નથી તે દરિદ્ર છે, દીન છે, અશકત છે. પ્રેમ શકિત છે, પ્રેમ સંપત્તિ છે, પ્રેમ પ્રભુતા છે.

હું થી મોટુ કોઇ અસત્ય નથી. એને છોડવું તે જ સંન્યાસ છે.

જીવનને જાણતા જ મૃત્યુ વિલીન થઇ જાય છે.

જીવનનું અજ્ઞાન જ મૃત્યુનો ભય છે.

જયાં આત્મબંધ છે ત્યાં જીવન જ જીવન છે.

આત્મામાંથી ઉત્પન્ન થનારા વાસ્તવિક આનંદને બદલે જેઓ વસ્તુઓ અને વિષયોમાંથી મળનારા સુખને જ આનંદ સમજી લે છે. તે જીવનની અમુલ્ય સંપત્તિને પોતાને જ હાથે નષ્ટ કરી દે છે.

જીવનમાં જ મરવાનું શીખી લેવાથી વધુ મોટી કોઇ કલા નથી. આ કલાને જ હું યોગ કહું છે. જે આવી રીતે મૃત્યુ પામીને જીવે છે. તે જીવનમાં જસ સારભૂત છે તેન જાણી લે છે.

જે સઘળું છોડવાનું સાહસ કરે છે, તે પ્રભુને પ્રાપ્ત કરવાનો અધિકારી બની જાય છે.

ખૂબ સંપતિઓ શોધી. પરંતુ અંતમાં વિપત્તિઓ પ્રાપ્ત કરી. પછી પોતાની અંદર સંપતિ માટે શોધ કરી છે. જે પ્રાપ્ત થયું તે પરમાત્મા હતા. પછી જાણ્યું કે પરમાત્માને ગુમાવી દેવા તે જ વિપત્તિ અને તેમને પ્રાપ્ત કરી લેવા એ જ સંપત્તિ છે.

અંદર જો સ્વર્ગ હોય તો બહાર સ્વર્ગ છે, અંદર જો નરક હોય તો બહાર નરક.

શાસ્ત્ર શું કહે છે તે નહીં, પણ પ્રેમ જે કહે છે તે જ સત્ય છે.

માણસ દુઃખી છે અને તેથી દુઃખને કારણે જીવનના સુખદ આયામને જોઇ નથી શકતો. તે તો માત્ર પોતાના દુઃખને જ જુએ છે. આ કારણે જ જયારે પણ કોઇ તમને કહે કે-'જીવન વ્યર્થ છે. જીવન અસાર છે.' ત્યારે તમને તે વાત તત્ક્ષણ સમજાઇ છે કારણ કે તમને પણ એમ જ લાગે છે.

જે કોઇને જીવતાં ન આવડયું. તેઓ જીવન પ્રત્યે નારાજ થઇ જાય છે. પોતાના પ્રત્યે દૃષ્ટિ કરવા કોઇ તૈયાર નથી કે-'મારી જીવનશૈલી ખોટી છે. જીવનને ઓળખવાનો મારો માર્ગ ખોટો છે જીવનને સમજવાની મારી રીત ખોટી છે.' આ રીતે કોઇ વિચારતું નથી.

તમારે જ્યારે જીવન અને અહંકાર વચ્ચે પસંદગી કરવાની આવે છે ત્યારે તમે અહંકારને પસંદ કરો છો. જીવનને નહિ. પોતે તો ખોટાં કઇ રીતે હોઇ શકે ? જીવન જ ખોટું હોવું જોઇએ. પોતે ખોટા કઇ રીતે હોઇ શકે ? પ્રેમજ ખોટો હોવો જોઇએ.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:21 am IST)