વિવિધ વિભાગ
News of Monday, 1st February 2016


સાથી હાથ બઢાના

સવા વર્ષના વેદ ગોટેચાને સારવાર માટે આર્થીક મદદની જરૂર

રાજકોટ તા. ૧ : મુળ જુનાગઢના વતની અને હાલ અમદાવાદ ખાનગી સોફટવેર કંપનીમાં નોકરી કરતા રોહીતભાઇ એસ. ગોટેચાના પુત્ર વેદ (ઉ.વ.૧l) (૧૫ માસ) ને થેલેસેમીયા મેજર હોય દર માસે બ્‍લડ ચડાવવાની અતિ ખર્ચાળ સારવારમાંથી પસાર થવુ પડે છે. ત્‍યારે હવે વેલ્લોર તામીલનાડુમાં બોર્ન મેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટની સારવાર કરાવવા તૈયારી કરેલ છે. જે માટે રૂ. ૫૦,૦૦,૦૦૦ (પચાસ લાખ) નો ખર્ચ સુચવવામાં આવ્‍યો છે. રૂ. ૯,૦૦,૦૦૦ (નવ લાખ) ની વ્‍યવસ્‍થા તો થઇ ચુકી છે. હજુ રૂ.૪૧,૦૦,૦૦૦ (એકતાલીસ લાખ) ની જરૂર હોય સમાજના સુખી સંપન્‍ન શ્રેષ્‍ઠીઓ, દાતાઓએ આગળ આવવા અપીલ કરાઇ છે. ચિ. વેદના નામે એકસીસ બેંકની અમદાવાદ ચાંદલોડીયા શાખામાં બચત ખાતુ છે. ખાતા નં. ૯૧૫૦૧૦૦૬૦૨૯૦૧૪૪ છે. (IFSC CODE UTIB0000728)વધુ માહીતી માટે રોહીતભાઇ ગોટેચાનો એચ-૩૦૯, ગ્રીનસીટી, નિર્ણયનગર, નવા વાડજ, અમદાવાદ (મો.૯૯૨૪૯ ૬૭૨૨૩ અથવા મો.૯૨૭૫૧ ૨૦૭૫૪) ખાતે સંપર્ક કરી શકાય છે. (૧૬.૬)

 

(10:43 am IST)