વિવિધ વિભાગ
News of Thursday, 13th September 2018

ઓશોનો નિરાકારનો આકાર નિરાકારનો : ૯ : આકાર

એક અંધારી રાતે એક (Dervish) ફકીર એક પાણી વગરના કૂવા પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે મદદ માટેનો અવાજ નીચેથી આવતો સાંભળ્યો, કુવામાં ડોકિયું કરીને પૂછયું : ''શું થયું છે ?''

''હું એક વ્યાકરણી છું, અને કમનશીબે, રસ્તાનો અજાણ હોવાથી આ ઉંડા કુવામાં પડયો છું, અને કમનશીબે, રસ્તાનો અજાણ હોવાથી  આ ઉંડા કુવામાં પડયો છું જ્યાં હું પૂરો અસ્વસ્થ થઇ ગયો છું. સાધુ, ફકીરે કહ્યુંં ''થોભો, મિત્ર ! હું એક નીસરણી અને દોરડું લઇ આવું. મહેરબાની કરી જરા વાર રોકાવ'' વ્યાકરણીએ કહ્યું, ''તમારા વ્યાકરણ અને ભાષા ભૂલ ભરેલી છે; ભલા થઇ તે પહેલાં સુધારો.''

''જો તે અધિક અગત્યનું હોય તો તમે તમારી જગ્યાએ જ્યા છો ત્યાં જ રહો, જ્યાં સુધી હું બરાબર બોલતાં શીખીને આવું.''-અને તે પોતાને રસ્તે ચાલ્યો ગયો.

દર્પણ-ચેતના જેવું

વસ્તુઓ બહારથી બદલાયા કરે છે. દર્પણ માફક તેને પ્રતિબિંબિત કરો પણ હંમેશા યાદ રાખો કે દર્પણ તો એવું જ રહે છે. પ્રતિબિંબથી દર્પણમાં કંઇ ફેરફાર થતો નથી. પ્રતિબિંબના ભાવ સાથે એકતા ના કરો. યાદ રાખો કે તમે જ દર્પણ છો. સાક્ષીભાવ આને જ કહેવામાં આવે છે અને સાક્ષીભાવ ધ્યાન છે.

લીહ-ત્ઝુએ પોતાની બાણવળીની હોંશીયારી, પો-હું વુ-જેનને બતાવી. જયારે કામઠી પૂરેપૂરી ખેંચી ત્યારે તેની કોણી પણ પાણી ભરેલું પવાલું મુકયું અને તેણે બાણ મારવા માંયા. જેવું એક તીર છોડયું, બીજ દોરી પર આવી ગયું અને પછી ત્રીજુ ! આ વખત દરમિયાન બિલકુલ હાલાચાલ્યા વગર પૂતળા માફક તે રહ્યો. વૃ-જેને કહ્યું ''તમારી બાણ મારવાની ક્રિયાની રીત સુંદર છે, પણ તે હજી એક રીત માત્ર છે. તમે બહારથી ફકત પૂતળા જેવા દેખાવ છો. હવે તમે દસ હજાર ફુટ ઉંચા આગળ ધસેલા પહાડ પર જઇ બાણ મારવાનો પ્રયોગ કરો.'' તેઓ હવે દસ હજાર ફુટ ઉંચા, આગળ ધસેલા પહાડ પર ગયા. વુ-જેને ઉંધા ફરી જઇ છેડા ઉપર પગનો ત્રીજો ભાગ લટકતો રાખી છેક છેવાડે બેસી ગયો. પછી લીહ-ત્ઝૂ-ને આગળ વધવા સંજ્ઞા કરી. લીહ-ત્ઝૂ પરસેવે પગની એડી સુધી રેબઝેબ થઇ જમીન પર ઢળી પડયો.

પો-હું વુ-જેને કહ્યું : ''પૂ રુપૂરો માણસ નીલ ગગનમાં ઉંચે ઉંડે છે અથવા પીળા પાતાળ ઝરણમાં ડૂબી મારે અથવા જગતની અષ્ટધા.''

હદો પર રખડતો ફરે, પણ પોતાના આત્માના મિજાજમાં ફેરફારનું કોઇ ચિન્હ દેખાય નહિ. પણ તારો ગભરાટ તારી ધડકનને ખુલ્લી કરે છેઅને તારી આંખે અંધારા અવી જાય છે. અચૂક નિશાનબાજી કરવાની આશા તું કેમ કરી રાખી શકે?''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:22 am IST)