વિવિધ વિભાગ
News of Thursday, 8th February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

કવિએ ઋષિ સુધી પહોંચવાનું છે. અને જયારે તમારી અંદરનો કવિ ઋષિ સુધી પહોંચી જાય છે ત્યારે જીવનની પરમ સંપત્તિ ઉપલબ્ધ થાય છે, પછી તમારી અંદરથી કુરાન નીકળે છે, ઉપનિષદ પેદા થાય છે, ગીતાનો જન્મ થાય છે.

બધાની અંદર ત્રણેય સંભાવનાઓ છે. કારણ કે તમે ત્રણની જોડ છો. તમારૃં શરીર તો માટીથી બન્યું છે, પદાર્થનું જો તમે દેહ પર જ અટકી ગયા તો વિજ્ઞાનમાં અટકી જશો. તમારૃં મન બંનેની વચ્ચે છે. જો તમે મનમાં જ અટવાઇ ગયા તો તમે કવિ જ રહી જશો. દુવિધાગ્રસ્ત, ખંડ-ખંડ, બે નાવ ઉપર સવાર તમારી અંદર ત્રીજો આત્માનો પણ વાસ છે.

આધુનિક સાયકોલોજી એમ સમજે છે ક ેતે મનનું વિજ્ઞાન છે, બુધ્ધની સાયકોલોજી અ-મનનું વિજ્ઞાન હશે.

દુઃખનો આ અસ્સિતવમાં એકજ ઉપયોગ છે. દુઃખ આપણને માંજે છે, દુઃખ જગાડે છે. દુઃખ ખરાબ નથી. દુઃખ ના હોત તો તમે બધા પોચા છાણના ઢગલા થઇ જાવ. દુઃખ તમને આત્મા આપે છે. દુઃખ ચુનૌતી છે. પડકાર છે.

મનેએવું લાગે છે કે જગતમાં જે પરમ આસ્તિક થયા છે, એમની યાત્રા પરમ નાસ્તિકતાથી જ થઇ હોય છે. કારણ કે સચ્ચાઇથી જ સચ્ચાઇની શોધ શરૂ થાય છે. કમ સે કમ એટલી સચ્ચાઇ તો રાખો કે જે નથી જાણતા એને જાણું છું, એવું તો ના કહો !

આ જગતમાં એ જ ધન્યભાગી છે, જેને અંતર-ધ્યાનની યાદ આવવા લાગી... કે અંદર ઉતરવાનું છે.

ધ્યાનમાં જીવો, ધ્યાનમાં મરો,

યાદ આવવા લાગ્યું છે, એ યાદને ગહેરાઇમાં ઉતારો.

ધ્યાન આપણો સ્વભાવ છે. ધ્યાનને લઇને આપણે પેદા થયા છીએ. ધ્યાન આપણો આત્મા છ.ે ધ્યાન આંખનું વળવું છે- અને જેવી આંખ અંદર જોવા માટેવળી, એક વખત તમને પોતાના સ્વરૂપનું જેવું દર્શન થઇ જાય છે, પછી આપણાથી કોઇ પાપ નહીં થઇ શકે. બધી વર્ષા ખોટી છે, ધ્યાનની વર્ષા થાય છે ત્યારે જ વરસાદ આવે છે. કારણ કે ધ્યાનની વર્ષામાં જ અમૃતના મેઘ વરસે છે.

એક જિંદગી છે, જે તમે જીવો છો; અને એક જિંદગી છે, જેવી તમે બનાવી લીધી છે. આ જુઠાણાઓની બહાર આવો. હવે આપણે એક નવા ધર્મને સ્થાપિત કરીએ; પરમાત્માને એક નવી રીતે પુકારીએ; પ્રાર્થનાને એક નવી ભાગભંગિમાં દઇએ; જીવનને એક નવો માર્ગ ! તે માર્ગ ધ્યાનનો છે, તે માર્ગ અંતરયાત્રાનો છે.

નીતી જાગૃત પુરૂષોનું અનુસરણ છે. ધર્મ તમારી અંદરની જાગૃતિનું આગમન છે.

ભાગ્યઃ ભવિષ્ય ઉપર ના છોડો, ભાગ્ય તમે જ લખો છો. ભાગ્ય તમારા જ હસ્તાક્ષર છે. માનીએ કે કાલનું લખેલું તમે ભૂલી ગયા, તમારી યાદ કમજોર છે. પરમ દિવસે લખેલું યાદ ના રહ્યું આજે પોતાના અક્ષર જ નથી. ઓળખાતા. પરંતુ હું તમને કહું છું, ધ્યાનથી જુઓ, તમે તમારા હસ્તાક્ષર ઓળખી કાઢશો. થોડી ઘણી રીતે ફેર પણ પડયો હશે. તો પણ બહુ ફેર નહીં પડયો હોય. અને જે દિવસે તમને એ સમજમાં આવી જશે કે આ દુઃખ પણ હું જ બનાવી રહ્યો છું. તે દિવસે તમારા જીવનનો વાસ્તવિક પ્રારંભ થશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:41 am IST)