વિવિધ વિભાગ
News of Monday, 5th February 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ધર્મ લોકોને એક ખોટો સિકકો પકડાવતો રહ્યો છે, જેને વિશ્વાસ કહે છે. જો તમે શબ્દકોશમાં જોશો તો વિશ્વાસ, શ્રદ્ધા અને માન્યતા સમાનાર્થી લાગે છે. વિશ્વાસ હંમેશાં કોઇ પરીકલ્પનામાં હોય છે; માન્યતા હંમેશા ભયથી ઉપજે છે; શ્રધ્ધા તો વાત જ બિલકુલ અલગ છે-તે સમજથી હોય છે, પ્રેમથી આવે છે. જયારે તમે પ્રેમપૂર્ણ ઢંગથી જીવો છો, ત્યારે જ તમે જાણો છો કે ધર્મ શું છે?

બોલો ત્યારે જ, જયારે તમારા બોલવામાં કોઇક હીરા હોય, જે તમે વહેંચવા ઇચ્છતા હો. બીજાના મગજ પર કચરો શા માટે નાખી રહ્યા છો?

'ઓમ' શુન્યનો અવાજ છે. 'ઓમ' સંપૂર્ણ વિશ્વમાં મહાનતમ પ્રતીક છે.

ઋષિ અખંડ છે, વિર્ધ્વધ્વ છે,

અદ્વૈત છે. જેવું બોલે છે, તેવું જીવે છે,

જેવું જીવે છે તેવું જ બોલે છે.

એના બોલવામાં અને એના જીવવામાં એક તારતમ્ય છે, એક લયબધ્ધતા છે.

હું ચાહું છું કે, તમારા જીવનમાં પ્રેમ ગહનતમ હોય, આનંદ ભરપુર હોય. એટલા ભરપુર હોય કે તમે પરમાત્માને ધન્યવાદ આપી શકો. એ જ ધન્યવાદ, તમારી પ્રાર્થના બનશે, તમારી અર્ચના, તમારી પૂજા, તીર્થ ! અને તીર્થની સુગંધ જ કોઇ અલૌકિક હશે.

એક વખત જો તમે જાણી લો કે કેવી મનની બહાર નીકળાય છે, તો મનની બહાર નીકળવાની કળા પર જ એક બિલકુલ ભિન્ન મનો વિજ્ઞાનનો આધાર રાખી શકશે.

સ્ત્રીઓ માટે નૃત્ય એ કુદરતી યોગ છે.

સુમન અને સુગંધ બંને સત્ય છે.

તમે સાક્ષી બનો ! તમે અંદરથી શુન્યના સાક્ષી બનો ! ત્યાં જ નિર્વાણ ઘટેછે, સમાધિ પરિણમે છે.

હું એક જાગતો, હસતા, નાચતા ધર્મને પૃથ્વી ઉપર ફેલાતો જોવા ઇચ્છું છું. એવો ધર્મ, જે જીવનને સ્વીકારે, આલિંગન કરે ! જે જીવન પ્રત્યે પરમાત્માનો અનુગ્રહી હોય, ધન્યવાદ માને !

જે જીવનનો ત્યાગી ના હોય.

જે જીવનને નકારતો ના હોય.

એક વખત તમારૃં હૃદય તરંગિત થવાનું શરૂ થઇ જાય, તો તમે જાણશો કે પરમાત્મા છ. અને કેવળ પરમાત્મા જ છે, એના સિવાય બીજું કોઇ પણ નથી.

બસ જીભ ઉપર તારી યાદ રહે, આંખોમાં એક જ અભીપ્સા રહે,

કે તને જોવો છે. જીભ આંખોને યાદ દેતી રહે કે જોવું છે, આંખો જીભને યાદ દેતી રહે કે એના ગુણગાન ચાલુ રહે. એ જ પ્રાર્થના છે, એ જ આરાધના છે, એ જ નમાજ છે, અને જેની આંખો એના દર્શનની પ્યાસી થઇ ગઇ, અને જેની જીભ ઉપર એની યાદ સઘન થઇ ગઇ, તેની ક્રાંતિ ઘટે છે.

ઘરના શોધશો, કારણ કે ઘર તો કયાંય છે જ નહીં. પોતાના 'સ્વ'ને શોધો. કારણ કે તેજ છે ! અને તે એકને શોધતા જ અચાનક, ચમત્કાર પૂર્વક આ આખું અસ્તિત્વ તમારૃં ઘર બની જાય છે, અને તમે એને બનાવતા નથી, તેનું નિર્માણ નથી કરતા-અચાનક અનુભવાય  છે. તમે વિશ્વાસ જ નથી કરી શકતા કે અત્યાર સુધી તમે એનાથી કેવી રીતે ચુકી ગયા ? તમે જયાં હતા, ઘર સદાય ત્યાં જ હતું.

 સ્વામિ સત્ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:47 am IST)