વિવિધ વિભાગ
News of Monday, 8th January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

હું તમને એવો ધર્મ આપવા માગું છું જે

મધુશાળાનો ધર્મ હોય, રસપૂર્ણતાનો ધર્મ હોય.

રસો વૈ સઃ

તે પરમાત્મા રસરૂપ છે, આનંદરૂપ છે.

જીવનમાં ફરીથી ગીત અને સંગીત લઇ આવી.

તમારી હૃદયવીણાને વાગવા દો.

તમારા પગને નાચવા દો.

આ ધરતીને આકાશ બનાવવી છે.

ચાંદ-તારાઓને ધરતી પર ઉગાડવા છે.

ઘણાં સમયથી આપણે

આકાશમાં સ્વર્ગને શોધતા હતા.

હવે સ્વર્ગને ધરતી પર ઉતારવું છે.

પરમાત્મા તો પ્રતિપળ તૈયાર છે.

તમે અવસર આપો !

તમે તમારી હૃદયવીણાને જરા

તેની સમક્ષ તો ધરો.

તમે જરા પોકારો તો ખરા...

અને એક દિવસ અચાનક

તમે અનુભવશો કે તમારી હૃદયવીણા પર

કોઇ અજ્ઞાત આંગળીઓ ફરવા લાગી છે

બસ ! હૃદયપૂર્વક પોકારો.

તમે તેને પોકાર્યો જ નથી.

ને જ્યાં સુધી વીણાવાદક નહિ આવે

ત્યાં સુધી જીવન સંતાપ બની રહેશે.

જે ક્ષણે તમે અનન્યભાવથી પોકારશો

તે ક્ષણથી જ ક્રાંતિ સંભવવા લાગશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રોકાશ ધ્યાન મંદિર ગોîડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રોકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભાવના સેચ ચંદારાણા

(માં દેવ અમૃતા)

(9:10 am IST)