વિવિધ વિભાગ
News of Thursday, 4th January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

પરમાત્માએ સૃષ્ટિ બનાવી અને તે સ્ત્રષ્ટા છે. જો સ્ત્રષ્ટા પ્રત્યે તમારા મનમાં સન્માન હોય, તો તેની આ વિરાટ સૃષ્ટિનું પણ સન્માન કરો.

આ ફુલો, પક્ષીઓ, વૃક્ષો, લોકો...

બધાં પર તેના હસ્તાક્ષર છે. એક જીવન-વિધેય

હું તમને એક જીવન-વિધેય

ધર્મ આપવા માગું છું.

એક એવો ધર્મ-

જે સંકીર્ણ ન હોય, આકાશ જેવો વિરાટ હોય.

એક એવો ધર્મ-

જેમાં નૃત્ય હોય, ગીત હોય, સંગીત હોય,

એક એવો ધર્મ-

જેમાં લોકો સર્જનાત્મક હોય.

નવો ધર્મ સર્જનના ધર્મ હોય.

સર્જનાત્મકતા જીવનનું અંગ બની જવું જોઇએ.

તમે ભોજન બનાવતા હો

તો તેમાં સર્જનાત્મકતા હોય.

તમે વાસીદું વાળતા હો

તો તેમાં સર્જનાત્મક હોય

તમે પરમાત્માની પૃથ્વીને સાફ કરી રહ્યા છો.

તમે એવી રીતે જીવો કે-

પરમાત્મા પ્રત્યે તમારો અનુગ્રહ પ્રગટ થાય.

તમે એવી રીતે જીવો કે-

તમારૃં સમગ્ર જીવન પ્રભુ-સેવા બને.

બસ, તેને જ હું સર્જનાત્મકતા કહું છું.

કાંઇ પણ કરો- ભાવથી કરો, સમગ્રતાથી કરો.

તુરંત ફર્ક પડશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભાવના સેચ ચંદારાણા

(માં દેવ અમૃતા)

(8:55 am IST)