વિવિધ વિભાગ
News of Thursday, 28th December 2017

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

કોઇ પ્રીત તમને અહીં ખેંચી લાવે છે.

તે કંઇ આ જન્મની પ્રીત ન હોઇ શકે.

તે આટલી ગહન ન હોઇ શકે,

જેના માટે તમે વિલીન થવા તૈયાર થઇ જાઓ.

આવી પ્રીત તો પુરાતન હોય, આવી પ્રીત તો જન્મોજન્મની હોય. હવે આવ્યા છો તો શુન્ય લઇને જ જજો. હવે આવ્યા છો તો રિકત થઇને જ જજો.

ગુરૂ તો માત્ર ભૂમિકા તૈયાર કરી શકે. તમે સ્વયં વિલીન થઇ શકવા માટે ગુરૂની જરૂર પડે છે. ગુરૂના પ્રેમમાં તમે લીન થવા તત્પર બનો છો.

ગુરૂને જોઇને તમને ભરોસો બેસે છેકે વિલીન થવા છતાં પણ વાસ્તવમાં નષ્ટ નથી થવાતું. વિલીન થઇને જ વાસ્તવમાં અસ્તિત્વવાન થવાય છે.

ગુરૂ તમારી પાસેથી સર્વ કંઇ છીનવી લે છે.

તમે પરિપૂર્ણ પણે અસહાય થઇ જાઓ છો, ત્યારે તમને પરમાત્માની ઓથ મળે છે. તે અગાઉ આધાર મળવો શકય નથી.

જયારે પણ પરમાત્માનો અનુભવ થશે ત્યારે તે તમારી સન્મુખ નહિ, તમારા અંતઃસ્થળમાંં પ્રગટશે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ. સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભાવના સેચ ચંદારાણા

(માં દેવ અમૃતા)

(9:38 am IST)