વિવિધ વિભાગ
News of Monday, 18th December 2017

ધ્યાન એટલે શું ? વોટ ઇઝ મેડીટેશન

ધ્યાન એટલે.. એક રૂપાંતરણ (બદલાવ)

જો તમે ધ્યાનના વિરૂધ્ધ વધારે પ્રતિરોધની અનુભવ કરતા, હો, તો એનો અર્થ એ છે કે કયાંક પોતાના ઉંડાણમાં તુ એટલે સાવધાન છો કે કયાંક કોઇ વાત (ઘટના) એવી ઘટતી જાય છે જે તારા આખા જીવનને બદલી દેશે તુ ફરીથી નવો જન્મ લેવા માટે ડરી રહ્યો છે. તમે તમારી જુની આદતોમાં, પોતાના જુના વ્યકિતત્વમાં પોતાની જૂની ઓળખમાં જ જીવનની પુંજી લગાડી રાખી છે.

ધ્યાન બીજું કાંઇ નથી. એ કેવળ આપના અસ્તિત્વને નિર્મળ બનાવવાનો પ્રયાસ છે, આપને તાજા અને યુવાન બનાવવાનો પ્રયાસ છે, આપને વધુ જીવંત અને વધુ જાગૃત બનાવવાની એક કોશિશ છે.

જો આપ ધ્યાનથી ડરતા હો તો એનો અર્થછે કે આપ જીવનથી ડરી રહ્યા છો, તમે જાગૃતતાથી ડરી રહ્યા છો અને પ્રતિરોધ એટલા માટે છે કારણ કે આપ જાણો છો કે જો આપે ધ્યાનમાં ગતિ કરી તો કાંઇકને કાંઇક ઘટીત થશે. જો આપ કોઇ પ્રકારનો કોઇ પ્રતિરોધના કરી રહ્યા હો, તો એનું કારણ એ છે કેમ કે આપ ધ્યાન બહુ ગંભીરતાથી નથી લઇ રહ્યા, આપે ધ્યાનને બહુ નિષ્ઠાપૂર્વક લીધું નથી ત્યારે તમે ચારે-બાજુ રમી શકો છો, ત્યાં કરવાનું કાંઇ છે જ નહિ.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 સ્વામિ સત્ય પ્રકાશ

ભાષાંતર ભત્વના સેચ સંદારાણા

(માં દેવ અમૃત્મ)

(7:35 am IST)