વિવિધ વિભાગ
News of Monday, 27th November 2017

ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતિ નિમિતે એમના ચૂટેલા સ્વરચિત ગીતો અને સંશોધિત - સંપાદિત પ્રાચીન લોકગીતો - ભજનોના સંગ્રહ 'કસુંબીનો રંગ'ની નવીન સંવર્ધિત આવૃત્તિ પ્રગટ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોત, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, લોકગાયક અભેસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં વિમોચનઃ લોકહૈયે ગુંજતા ૧૩૫ મેઘાણી ગીતોનું સંકલનઃ સુરક્ષા સેતુ સોસાયટી - રાજકોટ શહેર પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રકાશિતઃ શાળા, કોલેજ અને ગ્રંથાલયમાં ભેટ અપાશે

રાજકોટ તા. ૨૭ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી નિમિત્ત્। એમનાં ચૂંટેલાં સ્વરચિત ગીતો અને સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોના સંગ્રહ 'કસુંબીનો રંગ'ની નવીન સંવર્ધિત આવૃત્ત્િ। પ્રગટ થઈ છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, રાજકોટ શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ) અને તેમના ધર્મપત્ની સાધનાસિંહ ગહલૌત તથા મેઘાણી-ગીતોનાં મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું.    

ઝવેરચંદ મેઘાણીનાં નિધનનાં સાત દાયકા પછી આજે પણ લોકહૈયે ગુંજતાં એમનાં ૧૩૫ લોકપ્રિય ગેય ગીતોનું પિનાકી મેઘાણીએ પ્રેરણાદાયી સંકલન કર્યું છે. ૪૬ સ્વરચિત ગીતો, ૫૪ લોકગીતો-રાસ-ગરબા અને ૩૫ ભજનો ૨૧૬-પાનાંનાં આ ગ્રંથમાં છે. ઝવેરચંદ મેઘાણીનાં હસ્તાક્ષર તથા અંગ્રેજી-લખાણનાં નમૂનાં, જીવન-ઝાંખી, ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોની તસ્વીરો, ભાવાંજલિ, મેઘાણી-સાહિત્યની સૂચિનો પણ આમાં સમાવેશ કરાયો છે.   

નવી પેઢી આપણા સાહિત્ય અને સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પ્રેરિત તેમજ પરિચિત થાય એ આશયથી સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ શહેર પોલીસ અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રકાશિત 'કસુંબીનો રંગ'પુસ્તક શાળા, કોલેજ અને ગ્રંથાલયમાં ભેટ અપાશે. આ પુસ્તકનાં પ્રકાશન માટે રાજકોટ શહેર પોલીસ કમિ'ર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ) તથા રાજકોટ શહેર પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલાની પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન-બોય'તરીક સવિશેષ ગૌરવ અનુભવે છે. કુસુમબેન નાનકભાઈ મેઘાણી (પિનાકી મેઘાણીનાં માતા), જયંતભાઈ મેઘાણી (ઝવેરચંદ મેઘાણીના પુત્ર), અપૂર્વ આશર, અભેસિંહ રાઠોડ (લોકગાયક), નીલેશ પંડ્યા (લોકગાયક), જૈન મુનિ યશેશયશ મ.સા.નો પણ લાગણીભર્યો સાથ પ્રાપ્ત થયો છે. મુદ્રણ નવજીવન ટ્રસ્ટ દ્વારા થયું છે.

ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય માટે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સતત કાર્યરત છે. છેલ્લા એક દશકમાં આ સંકલન આધારિત ૧૫૦ જેટલાં સ્વરાંજલિ કાર્યક્ર્મોનું સફળ આયોજન કરાયું છે. આ સંકલન આધારિત મ્યુઝીક સીડી 'કસુંબીનો રંગ', 'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે', 'રઢિયાળી રાત', 'સોરઠી સંતવાણી'નું પણ નિર્માણ કરીને તેની ૨૦૦૦૦ જેટલી નકલ ભેટ અપાઈ છે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે.

(12:44 pm IST)