વિવિધ વિભાગ
News of Thursday, 21st May 2020

હિસાબી વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં બાદ લેવા ૩૦મી જૂન ૨૦૨૦ સુધીમાં રોકાણ કરી લાભ લઇ શકાશે

નાણામંત્રીએ હિસાબી વર્ષ ૨૦૧૯-૨૦૨૦નું વર્ષ ૩૧મી માર્ચ ૨૦૨૦માં રોજ પુરૂ થયેલ તેમ જાહેરાત કરેલ છે પરંતુ કોરોનાને લીધે ઘણા કરદાતા વ્યકિતઓ તેમજ એચ.યુ.એફ. દ્વારા ૩૧મી માર્ચ સુધીમાં રોકાણ ન કરી શકેલ તેઓને રાહત આપવા ૩૦મી જૂન ૨૦૨૦ સુધીનો સમય રોકાણ તેમજ અમુક ખર્ચા જે આવક વેરા રીર્ટન ભરતી વખતે બાદ લેવાને પાત્ર છે તે બાદ આપવામાં આવશે. તેવી જાહેરાતથી ઘણા કરદાતાઓ ૩૦મી જૂન સુધીમાં રોકાણ કરી હિસાબી વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં બાદ લઇ શકશે.

આવા બાદને પાત્ર રોકાણ ટૂંકમાં પી.પી.એફ., એન.એસ.સી., લાઇફ ઇન્સ્યુરન્સ પ્રીમીયમ, મેડીકલેઇમ પ્રીમીયમ, ટર્મ લાઇફ વિમા પ્રિમીયમ, હાઉસીંગ લોન હપ્તા તથા તેનું વ્યાજ, નેશનલ પેન્શન ફંડમાં રોકાણ, CN P.S.I. તેમજ અન્ય નાના મોટા રોકાણો જે કલમ ૮૦ સી નીચે બાદ મળે છે. આ ઉપરાંત કલમ ૮૦ જી હેઠળ બાદને પાત્ર ડોનેશન પણ આપી શકશે. તે ઉપરાંત પ્રાઇમ મીનીસ્ટર ફંડ (૧૦૦% બાદને પાત્ર) તથા ચીફ મીનીસ્ટર ફાળામાં (૫૦% બાદ પાત્રમાં) પણ ડોનેશન આપી પોતાની આવકમાંથી બાદ મેળવી શકશે. ઉપરોકત બધા રોકાણો ચેકથી કે અન્ય બેન્કીંગ મોડથી પણ ૩૦મી જૂન ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે તો પણ તેઓ હિસાબી વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં બાદ મેળવી શકશે અને ટેક્ષ બચત કરી શકશે.

: આલેખન :

નીતિન કામદાર

ચાર્ટડ એકાઉન્ટન્ટ, રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૧૭૮૪૮

(10:25 am IST)