વિવિધ વિભાગ
News of Thursday, 10th October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ભગવાનને બહાર રાખો

''તમે મુલ્લા નસરૂદ્દીન વિષે એક પ્રસીદ્ધ વાર્તા સાંભળી છે ? ''

મુલ્લાએ નવો શર્ટ ખરીદવા માટે પૈસા બચાવ્યા હતા તે ખૂબજ ઉત્સાહથી દરજીની દુકાને ગયો દરજીએ તેનુ માપ લીધું અને કહ્યું ''એક અઠવાડીયા પછી આવો અને જો અલ્લાહની મરજી હશે-તો તમારો શર્ટ તૈયાર થઇ જશે''

મુલ્લાએ એક અઠવાડીયા સુધી રાહ જોઇ અને ફરીથી દુકાને ગયો દરજીએ કહ્યું ''થોડો વિલંબ થયો છે પરંતુ-જો અલ્લાહની મરજી હશે-તો તમારો શર્ટ કાલે તૈયાર થઇ જશે''

બીજા દિવસે નસરૂદ્દીન ફરીથી આવ્યો, ''મને માફ કરો'' દરજીએ કહ્યું, ''તે હજુ પુરો તૈયાર નથી થયો. કાલે આવો અને - જો અલ્લાહની મરજી હશે- તો તે તૈયાર હશે.''

''તેને બનતા કેટલી વાર લાગશે'' મુલ્લાએ અધીરાઇથી પુછયું, ''જો તમે અલ્લાહને તેમા સામેલ ના કરો.''

ભગવાનને બહાર રાખવા જ વધારે સારૂ છે. સામાન્ય રીતે જ્યારે આપણે કઇ જાણતા નથી, આપણે કહીએ છીએ- ''ભગવાનને ખબર !'' ખરેખર આપણે નથી જાણતા તે સત્ય છુપાવવા માટે આપણે કહીએ છીએ ''ભગવાનને ખબર !'' તેના બદલે એવુ કહેવું વધારે સારૂ છે, ''હું નથી જાણતો'' કારણ કે જે ક્ષણે તમે કહો છો ''ભગવાનને ખબર!'' ત્યારે તમારી અજ્ઞાનતા ઢંકાઇ જાય છ.ે તે ખૂબ જ ખતરનાક છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:52 am IST)