વિવિધ વિભાગ
News of Monday, 10th December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

એક વિચારક આવ્યા છે. પહેલાં પણ અનેક વાર આવ્યા છે. ઇશ્વર વિષે તેઓ સતત વિચારે છે. શાસ્ત્રોના પ્રખર અધ્યાતા છે. વાત કરવામાં બહુ કુશળ છે. આચાર્યશ્રી સદા તેમને  કહે છે કે માત્ર વિચાર કર્યા કરવાનો કોઇ અર્થ નથી, વાતચીતની શી કીમત ? ભલે તે વાતચીત બીજા સાથે હોય અથવા પોતા સાથે, શબ્દને સત્ય નહીં માની લેવો, માત્ર શબ્દથી સત્યની ખોજ ન થાય. બલ્કે સમગ્ર જીવનથી તેની ખોજ કરવાની હોય છ.ે

આજે પણ કાંઇક એવી જ વાતો નીકળી. આચાર્યશ્રીએ એક કથા કહીઃ ''એક કવિએ રાજના દરબારમાં તેનાં કેટલાંક પ્રશંસક કાવ્યો ગાયાં. સુંદર પદો તેણે મધુર અને મોહક શૈલીમાં ગાયાં. રાજા ખુબ ખુશ થયો. તેણે પોતાના વજીરને કહ્યું, ''મહાકવિને કાલે પાંચ હજાર સોનામોહરો ઇનામ આપજો!''

કવિ પોતાને મહાકવિ માની ખુશ થતો પોતાની ઝૂંપડીએ પાછો ફર્યો. આજે તે અત્યંત પ્રસન્ન હતો. તે જમીન પર ચાલતો ન હતો. પાંચ હજાર સોનામોહરે તેનામાં અનેક આકાંક્ષા જગાડી. આખી રાત તે જાગ્યો. ઊંઘી ન શકયો. ઘણી કલ્પનાઓના મહેલ ચણ્યા અને તોડયા. યોજનાઓ ઘણી હતી. પણ કાલની પ્રતીક્ષા હતી મહામહેનતે રાત વીતી. પણ સિક્કાની ગણતરી મનમાં ચાલુ જ હતી. સવાર થતાં જ તે રાજદરબારમાં પહોંચ્યો. રાજા તેને જોઇ હસ્યો અને કહ્યું: ''શું કામ છે ? કેમ આવવું થયું !'' આપ ભૂલી ગયા ? આપે પાંચ હજાર સોનામહોરો આપવાનું આશ્વાસન આપ્યું હતું.''

સમ્રાટે કહ્યું, ''આપવા લેવાની વાત એમાં કયાં આવી ?''

આ વાત કહીને આચાર્યશ્રી હસવા લાગ્યા. અને કહ્યું ''આવી જ દશા આપણી અને પ્રભુ વચ્ચે છે. વિચાર નહીં, પણ જીવનનું જ પ્રતિફળ અને પુરસ્કાર મળે છે.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:41 am IST)