વિવિધ વિભાગ
News of Thursday, 21st September 2017


નવરાત્રી પર્વમાં અખંડ દીપ

આરાધુ કલ્યાણી મા ભગવતી સર્વેશ્વરી અંબિકાવાગીશા વરદાયીની વસુમતી કલ્યાણીને કાલિકા વારાહી મહિષાસુરાર્દિની શિવાધાત્રી ક્ષમા પાર્વતી એવા શ્રી કલ્યાણીમાં ! કરી કૃપા આપો સદા સન્મતિ નવરાત્રી પર્વમાં ભકતજનો, માં ચંડીકા, માં, દુર્ગા, માં ભુવનેશ્વરી કે પછીમાં ગાયત્રી કે કલ્યાણીમાં ...! ભકતોની વહાલસોયી માતાના ચરણોમાં શિશ નમાવી તેમની આરાધના કરે છે.

ભકતજનો પોતાના ઘરના મંદિરમાં કે પછી અન્ય મંદિરમાં નવરાત્રી પર્વ નિમિતે અખંડદીપ રાખે છે. આ અખંડદીપને નવ દિવસ સુધી અખંડ રાખવાની અને તેની પુરી જાળવણી કરવી એપણ એક તપ છે ...!

કયારેક કોઇ આકસ્મિક કારણોસર અખંડ દીપ બુઝાય તો કેટલાક ભકતો અનેક જાતની શંકા કુશંકા કરવા લાગે છે. એમને એવો વહેમ થાય છે કે આ અશુભ છે.

પરંતુ એ યોગ્ય નથી, કોઇ કારણસર અખંડ દીપ બુઝાય તો તેને ચોવીસ મીનીટમાં ફરી પાછો પ્રજજવલિત કરી શકાય અને જો આમ થતુ શકે તો એ અખંડદીપ જ ગણાય છે. પરંતુ માનો કે વધુ સમય માટે દીપ બુઝાયો તો શંકાને કોઇ કારણ નથી. કે નુકસાનકારક પણ નથી.

અખંડ દીપ જયોત પાસે બેસીને જે મંત્રોચ્ચાર થાય છે તે સીધા સૂર્ય  ભગવાનના પ્રકાશ મંડમર પહોંચી જાય છે અને એજ પ્રકારના પરમાણુ અને સૂર્યના કિરણ સમુહમાં હોય છે.

અખંડ દીપ, કે સાહિત્યક મંત્ર સાધનામાં ગાયનું ઘી વાપરવુ જોઇએ છે ગાયનું દુધ, કે દહીંનો ઉપયોગ મંત્ર સાધનામાં થઇ શકે.

ગાયના ઘીના દીપથી  અને સૂર્યનારાયણના તેજના પરમાણું એક સરખા હોય છે, મતલબ કે ગાયના ઘીના દીપની જયોતિ પાસે બેસીને જે મંત્રોચ્ચાર થાય તે સીધો સુર્યનારાયણના પ્રકાશ મંડળમાં પહોંચે છે જેટલા જોશથી મંત્ર બળ રવિ-રસ્મિયા પ્રવેશે તેટલીજ ત્વરાથી અને શકિતથી કાર્ય સિધ્ધી અને ફળ પ્રાપ્તિ થાય છે.આવા અનેક સબબ કારણોને લીધે ગૌદૂધ ગૌધૃત કે, ગાયનું ઘી અખંડ દીપ, પુજન અર્ચન, મહીમા વાપરવામાં આવે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:17 am IST)