વિવિધ વિભાગ
News of Monday, 21st August 2017

શ્રાવણ - શ્રધ્ધાબિંદુ

શિવસ્વરૂપ પ્રાપ્ત કરવુ એ પરમ ઉપલબ્ધી

અધોરેશ્વર ભગવાન ભોળાનાથ

પરમકૃપાળુ પરમાત્મા દેવાધિદેવ મહાદેવનું નામ અઘોર છે. તેમને ભુતનાથ કે ભુતેશ્વર પણ કહેવામાં આવે છે. સર્વશકિતમાન ભગવાન શિવજીના પંચમ મુખનું નામ અધોર છે.

પંચભૂત જ પાંચ તત્વ પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ છ.ે જેનાથી આ માનવ શરિરનું નિર્માણ થયું છે. જેમાં શિવ તત્વ આત્મારૂપે વાસ કરે છે.

આ પાંચ તત્વોથી મનુષ્ય સહિત અન્ય તમામ પ્રાણીઓનું નિર્માણ પાલન અને પોષણ થાય છે.

ભગવાન શિવ અને શકિત સર્વત્ર વ્યાપ્ત છે. ભગવાન શિવની અઘોર સાધના પથમાં પ્રયુકત રહસ્યમય ક્રિયાઓના સતત અભ્યાસથી તેને જાગૃત કરીને શિવસ્વરૂપ પ્રાપ્ત કરવામાં આવે  છે.

પ્રત્યેક વ્યકિત પોતાની સાત્વિકતાના વિકાસથી શિવસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે બસ વાત એટલી છે કે પોતાના અંતરમાં શકિત તત્વોની બાબતમાં જ્ઞાન પ્રાપ્ત કરી લે. સાથોસાથ તેને પોતાના આચરણમાં ઢાળી લે. પરમ તત્વ નિયંતા અને નિયામ છે. નિયતિ છે. પરમાનંદના સ્વામી અને દાતા છે.

પાંચ તત્વોમાં બધા તત્વો કોઇક ને કોઇકને કોઇક રૂપે વિદ્યમાન રહે છે. આવા આ પાંચ તત્વો ભીન્ની હોવા છતા પણ અભિન્ન રૂપે એકબીજામાં સમાયેલા છે આજ આજ્ઞાચક્રનું અમૃત તત્વ છે.

અને આ કારણથી ભગવાન શિવના મસ્તક પર ચંદ્રમાંની કલ્પના કરવામાં આવી છે.

અધોરેશ્વર શિવનું પંચમમુખ આકાશ તત્વ માનવામાં આવે છે. તેને અતિ પવિત્ર મનાય છે. કારણ કે અધોરએ છે કે જે ધોર નથી તથા અભેદ છે.

આ સરળ, સહજ, સુગમ અને સર્વવિદિત છે કે જે નિર્લિપ્ત છે તે પરમ પવિત્ર અને પુજય હોય જ છે. સહસ્ત્ર દલ કમલનો યનકે ચિંતન સાથે સંબંધ હોય છે.

અહી ભગવાન ભોળાનાથ મહાદેવ માતા શકિત-પાર્વતી સાથે ગુરૂરૂપે નિવાસ કરે છે.

આજ શિવસ્વરૂપ પ્રાપ્ત કરી લેવું એ પરમ ઉપલબ્ધી છે.

સદ્દગુરૂની આ તાદાત્મયતા જ શિવસ્વરૂપ છે.

હે ! મૃત્યુંજય કૈલાસેશ્વર

શાંબ સદા શિવ તય શરણમ્...!

કૈલાસવાસી રૂદ્ર ગીરીશ

પાર્વતીપતિ ઓમ તવ શરણમ્....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:04 am IST)