વિવિધ વિભાગ
News of Thursday, 10th August 2017


શ્રાવણ - શ્રધ્ધાબિંદુ

ભગવાન શ્રીકૃષ્ણએ ગાયોનું રક્ષણ કર્યુ...!

મહાભારતના અનુશાસન પર્વમાં મહર્ષિચ્યવન-ઋષિએ તો ત્યાં સુધી કહ્યું છે કે, ગાયોના નામો સાંભળી ગાયોનું દાન દેવું, તેના દર્શન કરવાથી પાપનો નાશ થાય છે અને પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છ.ે

ગાય માનવ જીવનમાં કેટલી ઉપયોગી છે ગાય અન્ન તેમજ દેવોને હવિસ્ય આપે છ.ે સ્વાહા અને પષ્ટાકાર ગાયોમાં રહેલા છે યજ્ઞનું સંચાલન તથા તેનું મુખ્ય અંગ ગાય છે તેને દોહવાથી દુધ રૂપી અમૃત નીકળે છે. જે પવિત્ર છ.ે સમસ્ત પ્રાણીઓને સુખ આપનારા પૃથ્વીની સાક્ષાત દેવી ગાય માતા સૌનું કલ્યાણ કરનારી છે.

ગાયને સ્વર્ગની સીડી કહી છે. ઋષિઓના તપને પુષ્ટિ આપનારી છે.

આજે બોળચોથ આ બોળચોથમા ગાય પુજનનો મહિમા છે, તેની એક દંતકથા સાસ,ુવહુ, અબુધ વહુ, ગાય તેનો વાછરડો પ્રચલિત છે.એ દંતકથા મુજબ શિક્ષત કે અશિક્ષીત નારીઓ પ્રચલિત પ્રથા મુજબ, ગાયનું પુજન કરશે. તેમજ એ કથાનું શ્રદ્ધાથી શ્રવણ કરશે.

પ્રાચિન જીવનમાં ગાય એ ધન હતું. ગૌધનએ ધન દ્વારા સમાજનો વ્યવહાર ચાલતો ગાયનું દાન-ગૌદાનનું મહત્વ અંકાતુ.

ગાયના અનેક નામો છે જેમાં કપીલા, કામધેનું, હેરધેનું, વગેરે છે. ગાયના શરિરમાં દેવોનો વાસ છે.

ગાયની પ્રદશિક્ષણા કરવાથી પૃથ્વીની પ્રદશિક્ષણા કરી હોવાનું મનાય છે. ગૌમુત્રથી સ્નાન કરવાથી ગંગાસ્નાન મનાય છ.ે

ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર થયો ત્યારે મથુરામાં દૂધ, માખણ મીસરી વેંચવા લાગી હતી. ગાયોના આ પવિત્ર અમૃતને જાળવી રાખવા માટે વ્રજ અને ગોકુલની મહિયારીઓને મથુરામાં વેંચવા જતી બાળ કનૈયાએ અટકાવી હતી. ભગવાનની આજ્ઞાનું પાલન નહી કરનારના ઘરના હાંડલાનો ભુકકો થઇ જતો હતો.

વાછરડાઓ અને ગાયોના રક્ષણનું કાર્ય ભગવાન શ્રી કૃષ્ણે કર્યુ છે. જમુનાજીમાં કાળીનાગે પાણી ઝેરીલું કર્યું હતું તેથી તેને નાખીને ગાયો માટે પવિત્ર જળ કર્યું.

ઇન્દ્રે વરસાદ વરસાવ્યો તો વ્રજ અને ગોકુળની ગાયો તથા ગોપાલકોને ગોવર્ધન પર્વત નીચે લાવીને તેનું રક્ષણ કર્યુ હતું.

આજે બોળચોથ નિમિતે ગાયનું પુજન કરવામાં આવે છે. વ્રતોમાં બોળચોથ ઉતમ છ.ે દાનમાં તેઉત્તમ દાનનો દિવસ છે. નિધિઓમાં તે અક્ષય નિધિ છે. તે સિધ્ધિ-બુધ્ધિ આપ નારી છે.

ગૌ હત્યાથી માતાની હત્યા સમાનનું પાપ લાગે છે.

પરમાત્મા અજ્ઞાનતાથી થયેલી ભુલને ક્ષમા આપે છે. જાણી જોઇને કરેલી ભુલને ભગવાન પણ માફ કરતા નથી.

આજના પવિત્ર દિને ગૌરક્ષાની પવિત્ર કલ્યાણકારી પ્રતિજ્ઞા લઇએ...!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:07 am IST)