વિવિધ વિભાગ
News of Monday, 5th April 2021

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૧૮૬

ખરો પ્રશ્ન

''ખરો પ્રશ્ન એક કેપ્સ્યુલ જેવો છે જેની અંદર જવાબ-છુપાયેલો છે એક સખત આવરણ જે અંદરના નરમ જવાબને રક્ષણ આપેે છે. તે ફકત બીજાના ઉપરનું કોચલું છે.''

સોમાથી નવાણુંપશ્નો નીરર્થક હોય છે અને આ નવાણુ સવાલોને લીધે જ તમે જે ખરેખર કીમતી પ્રશ્ન છે તે પુછી નથી--શકતા. નવાણુ પ્રશ્નો જે તમારી આસપાસ ફરે છે.તેઓ બુમો પાડે છે ખૂબજ ઘોંઘાટ ઉત્પન્ન કરે છે. તે ખરા પ્રશ્ને તમારી અંદર ઉત્પન્ન જ થવા નથી દેતા. ખરા પ્રશ્નનો ખૂબજ શાંત, સ્થીર અને નાનો અવાજ હશે અને બીજા નકામમાં પ્રશ્નો તેમાં અવરોધ ઉત્પન્ન કરશે. તેના--લીધે જ તમે સાચો પ્રશ્ન પુછી ન શકતા અને સાચો જવાબ પણ નથી મેળવી શકતા.

તેથી નીરર્થકને નીરર્થક તરીકે ઓળખવું તે એક મહાન આંતર સૂઝ છે પછી આ પ્રશ્નો તમારા હાથમાંથી નીકળતા જશે કારણ કે નીરર્થક જાણ્યા પછી તમે તેઓની વધારે લાંબો સમય પકડીને નહી રાખી શકો. નીરર્થક છે. તેની સમજણ જ પુરતી છે તેને તમારા હાથમાંથી છોડવા માટે અને જયારે તમારા હાથ કચરાથી મુકત થઇ જશે, એકજ ખરો પ્રશ્ન બચશે.

અને સુંદરતા એ છે કે જયારે એક ખરો પ્રશ્ન જ બચશે. જવાબ વધારે દુર નથી. તે સવાલની અંદર જ છે. પ્રશ્નનું કેન્દ્ર જ તેનો જવાબ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(11:07 am IST)